ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન વીડિયો કોન્ફરંસિંગ દ્વારા કરશે મહાસંવાદ

લખનઉ : ભાજપા આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને લઈને અલગ અલગ પ્રકારના અભિયાનો અને લાલચો આપીને પોતાની પાર્ટી તરફ ખેંચવાના પ્રયત્નો કરતા રહેતા હોય છે.

સ્પોટ ફોટો

By

Published : Feb 28, 2019, 11:38 AM IST

વડાપ્રધાન નાગરીકો સાથે વીડિયો કોન્ફરંસના માધ્યમથી આજે મહાસંવાદ કરશે. આ સંવાદ પાર્ટીના 14000 મંડળો, 986 જિલ્લાઓ, મહાનગરો પર આયોજન કરવામાં આવશે. ભાજપા તરફથી વિશ્વની સૌથી મોટી વિડીયો કોન્ફરંસ હોવાનો દાવો કરવામાં આવે છે.

ભાજપાના મીડિયા ઇન્ચાર્જ મનીષ દીક્ષિતનું માનવુ છે કે, મોદી આ મહાસંવાદ નરેન્દ્ર મોદી એપ દ્વારા કરશે. આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ ફેસબુક, ટ્વિટર પર પણ થશે.

તેઓેએ જણાવ્યું કે આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ ડો. મહેન્દ્ર નાથ પાંડેય અને મખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અમેઠીમાં મહાસંવાદનો હિસ્સો બનશે. ઉપમુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મોર્ય લખનઉ મહાનગરમાં કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહેશે

ABOUT THE AUTHOR

...view details