હઝારીબાગ: દરેક વ્યક્તિ ગમે ત્યાં કામ કરતો હોય, પરંતુ જ્યારે તેનું મૃત્યુ થાય ત્યારે તેની ઈચ્છા હોય છે કે, તેના અંતિમ સંસ્કાર તેનો પરિવાર કરે. પરંતુ કમલ રજકના અંતિમ સંસ્કાર તેમાન પરિવારજનો લોકડાઉનના કારણે ન કરી શક્યા. તેમનો પરિવાર હઝારીબાગ રહે છે. લોકડાઉનને કારણે પરિવારની છેલ્લી મુલાકાત પણ વોટ્સએપ વીડિયો કોલિંગ દ્વારા થઈ હતી. મિત્રોએ તેમના અંતિમ સંસ્કાર ગુજરાતના ગાંધીધામમાં કર્યા હતા.
હઝારીબાગ: પત્નીએ પતિના અંતિમ દર્શન વ્હોટ્સએપ દ્વારા કર્યા
દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે કે, તેના મૃત્યુ બાદ તેના પરિવારજનો તેની અંતિમ વિધિ કરે, પરંતુ લોકડાઉનને કારણે હઝારીબાગના રહેવાસી કમલ રજક આ નસીબ મેળવી શક્યા નથી. તેના મિત્રોએ તેમના અંતિમ સંસ્કાર ગુજરાતના ગાંધીધામ ખાતે કર્યા હતા અને તેમની પત્નીએ વીડિયો કોલ દ્વારા તેમના પતિના અંતિમ દર્શન કર્યા હતા.
હાઝારીબાગ જિલ્લાના રહેવાસી 45 વર્ષીય કમલ રજકનું મૃત્યુ ગુરૂવારે ગુજરાતના ગાંધીધામમાં થયું હતું. જે 18 માર્ચે ગુજરાતમાં કામ કરવા માટે ગયો હતો. મૃત્યુ અંગે કહેવામાં આવી રહ્યું છે કે, છેલ્લા ઘણા દિવસોથી તેની તબિયત ખરાબ હતી, તેમને કિડનીની સમસ્યા હતી. તેમના મિત્રોએ ગુજરાતના ગાંધીધામમાં જ તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા. તેમના પરિવારજનોએ વોટ્સએપ દ્વારા હઝારીબાગથી અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.
તેમના પરિવારનું કહેવું છે કે, ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાને કારણે તે ગુજરાતમાં કામ કરવા ગયા હતા. લોકડાઉનને કારણે, કામ મળી શક્યું નહીં, પરંતુ જીવ ચોક્કસ ખોવાઈ ગયો. મૃતક કમલના મિત્રોએ તેના પરિવારજનોને જણાવ્યું હતું કે, તેની તબિયત ખરાબ છે. જે બાદ તેને નજીકની હોસ્પિટલમાં પણ દાખલ કરાયો હતો અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. કમલના ઘરમાં તેની પત્ની અને બે પુત્રો છે.