નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લદ્દાખમાં શહીદ થયેલા જવાને અંગે ટ્વીટ કર્યુ હતું. જેમાં તેમએ ભારતીય સૈનિકો વિશે લખ્યું હતું કે, આખરે શા માટે, જવાન પાસે હથિયાર નહોતા??
રાહુલ ગાંધી આ ટ્વવીટ બાદ બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ પોતાના જ દેશ વિરુદ્ધ નિવેદન ન કરવું જોઈએ.
આ પહેલા રણ રાહુલ ગાંધીએ એક વીડિઓમાં કહ્યું હતું કે, 'ચીને હિન્દુસ્તાનના શસ્ત્રહીન સૈનિકોની હત્યા કરીને અપરાધ કર્યો છે. હું કહેવા માગું છું કે, શા માટે જવાનોને હથિયાર વિના મોત મોંમાં ધકેલ્યા હતા?'
આગળ વાત કરતાં રાહુલે કહ્યું હતું કે, આ ઘટના માટે કોણ જવાબદાર છે?
નોંધનીય છે કે, ભારત અને ચીનના સૈનિકોની એક હિંસક અથડામણમાં 20 જવાનો શહીદ થયા હતા. ચીનની સેનામાં કમાન્ડર સહિત 30થી વધુ સૈનિકો ઠાર થયા હોવાની વાત સામે આવી હતી. લદ્દાખના ગલવાન ઘાટીમાં આ હિંસક મુઠભેડ થઈ હતી. ત્યારબાદ બંને દેશ વચ્ચે તણાવ ઉભો થયો હતો.
આ પહેલા રાહુલ ગાંધીએ ટ્વવીટ કરીને લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)થી જોડાયેલા સવાલ પૂછ્યાં હતા. જેમાં તેમણે રક્ષા પ્રધાન રાજનાથ સિંહ અને ગૃહપ્રધાન અમિત શાહને સેનાનિ ગતિવિધિયોને લઈને દેશને જવાબ આપવા જણાવ્યું હતું.