છેલ્લા કેટલાક સમયથી CAG, RBI, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ (CSI) અને વિશ્વ બેન્ક સહિતની અગત્યની સંસ્થાઓ ઘટી રહેલા વિકાસ દરની ચેતવણી આપતી હતી. વાહન, ઉર્જા, કુદરતી ગેસ, કૃષિ અને બાંધકામના ક્ષેત્રમાં મંદીને કારણે ચેતવણીઓ આપવામાં આવી હતી. સરકારે તેને ધ્યાનમાં લીધી નહોતી. હવે તેને સુધારવા માટેના પ્રયાસો આદર્યા છે અને એવું ધારીને સરકાર બેઠી છે કે તેના સારા પરિણામો આવી રહ્યા છે. નાણાં પ્રધાને કહ્યું કે એપ્રિલથી નવેમ્બર 2019 દરમિયાન એફડીઆઈ 24.2 કરોડ ડૉલર (7,133 કરોડ રૂપિયા) આવી, જે ગયા વર્ષના 3 અબજ કરતાં ઓછી છે.
2019 દરમિયાન એફડીઆઈ મેળવનારા ટોચના 10 દેશોની યાદી સંયુક્ત રાષ્ટ્રસંઘે હાલમાં જ બહાર પાડી છે. તેમાં પ્રથમ ત્રણ સ્થાને અમેરિકા, ચીન અને સિંગાપોર છે. ત્યારબાદના સ્થાને બ્રાઝીલ, યુકે, હૉંગ કૉંગ અને ફ્રાન્સ આવે છે. ભારતનું સ્થાન તે પછી આઠમું છે. અમેરિકાને મળ્યું છે તેના કરતાં 1/5મા ભાગનું રોકાણ ભારતને મળ્યું છે. ભારત કરતાં ચીનને ત્રણગણું વધુ સીધુ વિદેશી મૂડીરોકાણ મળ્યું છે. આમ છતાં નાણાં પ્રધાન રાજીપો વ્યક્ત કરતાં હોય તે નવાઈ પમાડે તેવું છે!
છેલ્લા 20 વર્ષના આંકડાં જોઈએ તો સૌથી વધુ FDI જાન્યુઆરીથી ડિસેમ્બર 2016 વચ્ચે આવી હતી. તે સ્તરે પહોંચવામાં સરકાર નિષ્ફળ ગઈ તે પછી છ મહિના પહેલાં કેટલાક સુધારા જાહેર કરાયા હતા. કે વખતે કોલસાની ખાણ, કોન્ટ્રેક્ટથી ઉત્પાદન તથા સિંગલ બ્રાન્ડ રિટેલમાં 100% FDIની મંજૂરી આપવામાં આવી હતી. તેના કારણે કેટલો ફાયદો થાય છે તે જોવાનું રહે છે. સંરક્ષણ અને એરોસ્પેસમાં પણ FDIની મજૂરી અપાઈ છે, પણ છેલ્લા પાંચ વર્ષમાં માત્ર 1800 કરોડનું રોકાણ આવ્યું છે.
લક્ષ્યાંક શા માટે હાંસલ નથી થતા તેના પર વિચાર કરવાના બદલે સરકાર વધુ પડતા આત્મવિશ્વાસમાં ઉપેક્ષા દાખવીને દેશના લાંબા ગાળાના હિતને નુકસાન કરી રહી છે. બાંગ્લદેશમાં 2018ની સરખામણીએ 2019માં FDIનો પ્રવાહ ઘટ્યો છે. પાકિસ્તાનમાં પણ તેમાં 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. સમગ્ર રીતે દક્ષિણ એશિયાનો વિચાર કરીએ તો ભારતમાં FDIમાં થોડો વધારો થયો છે, પણ લક્ષ્યાંકથી ઘણો નીચે છે. ભારત 5 લાખ કરોડ ડૉલરના મૂડીરોકાણ સાથે 8%નો વિકાસ દર હાંસલ કરવા માગતું હતું, તે થઈ શક્યું નથી.