ભારત શા માટે કોવિડ-19ના સૌથી વધારે જોખમ હેઠળ છે ?
ભારત કોવિડ-19ના સૌથી વધારે જોખમ હેઠળ છે. અન્ય દેશ કરતા ભારતમાં કોરોનાને લઈને સ્થિતી થોડી સારી છે પરંતુ જે રીતે ભારતમાં વસ્તી ગીચતા હોવાથી COVID-19ના જોખમની અવગણા ન કરી શકાય. જૂઓ શા માટે કોવિડ-19ના સૌથી વધારે જોખમ હેઠળ છે ભારત.
કોવિડ-19ના સૌથી વધારે જોખમ
ભારત શા માટે કોવિડ-19ના સૌથી વધારે જોખમ હેઠળ છે?
- ધણી ઓછી આરોગ્ય સુધારાની સિસ્ટમની ક્ષમતા ( જેમ કે આરોગ્યના સાધોની તંગી અને અન્ય મુશ્કેલી)
- મોટાભાગના લોકોમાં વાંરવાર સાબુથી હાથ ધોવામાં ઉદાસીનતા
- વિશ્વ સાથે વેપારમાં સીધી રીતે સંપર્કમાં આવવુ કારણ કે અર્થતંત્રની વ્યવસ્થા માંગ પર વધુ નિર્ભર રહે છે. જેથી સંકટ માટે સૌથી વધુ સંવેદનશીલ રહે છે.
- ઇન્ટરનેટ એક્સેસની ક્ષમતા ઓછી હોવાથી ઘરે કામ કરવામાં વિક્ષેપ આવે છે અને જેના કારણે આર્થિક રીતે ખર્ચમાં વધારો થાય છે.
- યુવા વર્ગ કોવિડ-19ના સૌથી ઝડપી શિકાર અને ચેપ લાગ્યા બાદ અન્યના સંપર્કમાં આવે છે. તો વૃધ્ધોમાં મૃત્યુની સંભાવના સૌથી વધુ છે. ભારતમાં આશરે 60 કરોડ લોકોએ એવા છે કે સંયુકત કુટુંબમાં રહે છે અને તે નિયમિત રીતે એકબીજાના સંપર્કમાં આવે છે. જેના કારણે કોરોના વાયરસથી થતા મૃત્યુનો દર અને જોખમ વધે છે.
- દેશમાં તબીબ સ્ટાફ (જેમ કે ડોક્ટર્સ, નર્સ, પેરામેડીકલ )ની અછત, ભારતમા વસ્તીના પ્રમાણમાં કુલ છ લાખ તબીબો અને 20 લાખ નર્સની ઘટ છે.
- રાજ્યો પર આરોગ્ય સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે દબાણ વધારવામા આવે ત્યારે રાજ્ય પર દેવુ વધે અને નાણાંની ચુકવણીમા મુશ્કેલી થાય છે. તેનો અર્થ એ થાય કે લાંબાગાળે પગાર ચુકવણીમાં મુશ્કેલી પડે છે.
- ભારતમાં સારી સ્કીલ ધરાવતા લોકો ઘરેથી કામ કરી શકે તેમ છે. પણ અપુરતી કે અધુરી આવડત-ક્ષમતા ધરાવતી વસ્તી મોટા પ્રમાણમાં હોવાને કારણે કોરોના વાયરસને કારણે વેપાર ધંધા બંધ થતા અર્થતંત્ર નબળુ બને અને જેના કારણે નોકરીઓમાં ઘટાડો થાય.
- ભારતમાં શિક્ષણ પ્રણાલી હજુ સંપૂર્ણ ડિજીટલાઇઝ્ડ નથી થઇ જેથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો વર્ગખંડોમાં પુસ્તકો દ્વારા સંપર્ક કરવા પર વધુ આધાર રાખે છે. તો લોકડાઉન સમાપ્ત થયા બાદ નબળી આર્થિક સ્થિતિ ધરાવતા બાળકોની શાળામાં પરત ફરવાની સંભાવના ઓછી છે.