હૈદરાબાદ: તેલંગાણામાં ખેડૂતને ખેતરોમાં વાવણી કરતી વખતે ચાંદીના સિક્કા મળી આવ્યા છે. આ અંગે પોલીસને બાતમી મળતાં પોલીસે ત્યાં પહોંચી સિક્કા કબજે કર્યા છે.
હૈદરાબાદમાં ખેતરમાં વાવણી કરતી વખતે ચાંદીના સિક્કા મળ્યા - silver coins found from farm
હૈદરાબાદના વિકારાબાદ જિલ્લામાં ખેતરોમાં ખેતી કરતી વખતે ચાંદીના સિક્કા મળી આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે સિક્કા જપ્તે કર્યા છે.
silver coins
આ ઘટના વિકરાબાદ જિલ્લાના તંદુર મંડળના ગામ સહકારી મંડળીના ડાયરેક્ટરના ખેતરમાં બની છે. ત્રણ દિવસ પહેલા ખેતરમાં વાવણી કરતી વખતે ચાંદીના સિક્કા મળી આવ્યાં છે. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસે ત્યાં પહોંચી સિક્કા જપ્ત કર્યા છે.
ખેતરમાં વાવણી કરતી વખતે તેમની સાથે અન્ય લોકો પણ હતાં. જેમણે આ અંગે પોલીસને માહિતી આપી હતી. પોલીસને આ અંગે જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળ પરથી 141 સિકકાઓ જપ્ત કર્યા છે.