ન્યૂઝડેસ્ક :કોરોના વાયરસની મહામારીએ વિશ્વમાં તોફાન સર્જયુ છે. લોકોના આરોગ્ય અને જીવન જોખમમાં મુકવાની સાથે મહામારી વૈશ્વિક અર્થતંત્રને આર્થિક કટોકટી તરફ લઈ જઈ રહી છે. બીજી તરફ, કોરોનાના સંક્રમણની ચેઈનને તોડવા માટે લોકોને પોતાના કામ પર જવાથી રોકી દેવામાં આવ્યા છે જેના પરીણામે ઉત્પાદનમાં મોટો ફટકો પડ્યો છે. Covid-19ની અસરોને ઓછી કરવા માટે વિશ્વના દેશોએ લાગુ કરેલી અલગ અલગ નીતિઓના પરીણામે અર્થતંત્ર જાણે થંભી ગયુ છે.
લોકડાઉનના કારણે હજારો લોકોની જીંદગીમાં બદલાવ આવ્યો છે અને હાલની પરીસ્થીતિને જોતા હજુ પણ નજીકના ભવિષ્યમાં કરોડો લોકોના જીવનમાં બદલાવ આવશે તેવી શક્યતા જોવાઈ રહી છે. Covid-19ને કારણે લાંબાગાળાનું આર્થિક નુકસાન ન થાય તે માટે હાલ સરકાર જે ખર્ચ કરી રહી છે તે ખુબ મોટો છે.
નેપોલીયનીક તેમજ પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ પછીની સ્થીતિની જેમ કોરોના વાયરસની મહામારી બાદ પણ જાહેર ક્ષેત્રોની જવાબદારીઓ ખુબ મોટા પ્રમાણમાં વધી જશે. પરંતુ ઓગણીસમી અને વીસમી સદી પછીના યુધ્ધો બાદની સ્થીતિની જેમ કોરોનાની મહામારી પસાર થયા પછી આપણી રાષ્ટ્રીય આવકની જવાબદારીઓને લઈને જાહેર સાહસો પડી ભાંગશે.
એક તરફ મજૂરોની અછત અને પ્રોડક્શનમાં આવેલી કમી ફુગાવાને જન્મ આપશે જ્યારે બીજી તરફ સોશીયલ ડીસ્ટન્સીંગના પગલે મોટી ઇવેન્ટોમાં કમી આવી છે. ટુરીઝમને મોટો ફટકો પડ્યો છે તેમજ વ્યાપાર, રેસ્ટોરન્ટ્સ, અને શોપીંગ સેન્ટર બંધ થયા છે જેના પરીણામે ચીજ વસ્તુઓની માંગમાં પણ ઘટાડો થશે.
અર્થતંત્રને પડેલા આ ફટકાથી બેરોજગારી અને આર્થિક મંદીમાં વધારો થશે. જો કે માંગ અને પુરવઠા બંન્નેમાં ઘટાડાનો અર્થ એ છે કે મંદીના સમયમાં ભાવો ઘટવાની કોઈ આશા સેવી શકાય નહી. હાલના સમય પ્રમાણે કહી શકાય કે સરકારો Covid-19 સામે યુદ્ધ જેવી પરીસ્થીતિમાં છે અને નાણાકીય ખોટ અને અર્થતંત્રનુ ઠપ્પ થવુ એ આ યુદ્ધનુ પરીણામ હોઈ શકે છે.
જો કે લશ્કરી યુદ્ધો દરમીયાન અને પછી જે બન્યુ તેણે એ સમયે ફુગાવાના જોખમમાં નોંધપાત્ર ધટાડો કર્યો હતો. આગામી સમયમાં કોરોના વાયરસ કઈ રીતે તેની અસક દેખાડશે તેને લઈને ઘણી અનિશ્ચીતતાઓ છે અને તેથી પણ વધુ અર્થતંત્ર અને સમાજ પર કેવી અસર કહેશે તે કહેવું મુશ્કેલ છે.