ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જાણો માહિતી અધિકાર (RTI)ના કાયદા વિશેની માહિતી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એટલે કે, ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડયાને આરટીઆઈના દાયરામાં લાવવાની વાતનો પણ આજે ચુકાદો આવી ગયો છે, ત્યારે આ સમયે આપણે એ જાણવું જરુરી છે કે, આરટીઆઈ શું છે અને આરટીઆઈ સાથે જોડાયેલી એવી કઈ મહત્વની ઘટનાઓ છે, જેના પર વિવેચકો પ્રશ્ન પર પ્રશ્ન કરી રહ્યા છે.

Right to Information Act

By

Published : Nov 13, 2019, 4:55 PM IST

સૌથી પહેલા જાણીએ શું છે RTI, માહિતી અધિકારનો કાયદો
વર્ષ 2005માં સંસદમાં બિલ પસાર થયા બાદ 13 ઓક્ટોબર 2005ના રોજ કાયદા બન્યો. RTI કાયદાથી નાગરિકોને સરકારી વિભાગોની જાણકારી માગવાનો અધિકાર મળે છે. સંવિધાનમાં આર્ટિકલ 19 અને 21 અંતર્ગત સુપ્રીમ કોર્ટે અનેક કેસમાં RTIને મૌલિક અધિકાર ગણાવ્યો છે.

હવે જાણીએ RTI કાયદાથી શું થાય છે ?
આરટીઆઈ કાયદા અંતર્ગત સરકારી અધિકારીઓની જવાબદારી નક્કી થાય છે. તેમને સમયસર માહિતી ઉપલબ્ધ કરાવવી પડે છે. આવું ન કરવા બદલ દંડની પણ જોગવાઈ છે.

RTI કાયદો સરકારને સ્વંય પારદર્શક બનવાની આદેશ આપે છે.

એ જાણવું પણ રસપ્રદ છે કે, આરટીઆઈના દાયરામાં કઈ માહિતી આવે છે.
હકીકતમાં જોઈએ તો, આરટીઆઈ અંતર્ગત સરકાર પાસે એ તમામ માહિતી માગી શકીએ છીએ, જે સરકાર સંસદ અથવા રાજ્યની વિધાનસભાના ટેબલ પર રાખે છે.

આ જ વાતને લઈ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ કાર્યાલયને પણ આરટીઆઈના દાયરામાં લાવવાની માગ ઉઠી હતી, જેના પર આજે ચુકાદો આવી ગયો છે અને હવેથી ચીફ જસ્ટિસ કાર્યાલય પર આરટીઆઈના દાયરામાં આવી ગયું છે, ત્યારે આવા સમયે આપણે આરટીઆઈનો જન્મ અને હાલની પરિસ્થિતી વિશે પણ જાણવું અતિ જરુરી છે.

હકીકતમાં જોઈએ તો, 2019માં નરેન્દ્ર મોદી બીજી વખત સત્તામાં આવ્યા, ત્યારબાદ આરટીઆઈ કાયદામાં અમુક પ્રકારના સંશોધન કરવામાં આવ્યા.

જુલાઈ, 2019માં થયેલા સંશોધન બાદ આરટીઆઈમાં અમુક ફેરફાર થયા.

હકીકતમાં, 25 જુલાઈ, 2019ના રોજ સંસદમાં પસાર થયેલા બિલ બાદ, કેન્દ્ર સરકારને માહિતી ખાતાના કમિશ્નરની સેલેરી અને તેમનો કાર્યકાળ નક્કી કરવાનો અધિકાર મળ્યો, ત્યારે આ કાયદામાં કરેલા સંશોધનની ઘણી ટીકા પણ થઈ હતી. પૂર્વ કેન્દ્રીય માહિતી કમિશ્નરે આ પગલાને મુખ્ય માહિતી ખાતું અને માહિતી કમિશ્નરોને ધમકાવવાનો અથવા લલચાવવાનું એક પગલું ગણાવ્યું હતું.

વિવેચકોને આરોપ છે કે, સંશોધન બાદ માહિતી ખાતું સરકારના દબાવમાં રહેશે.

તાજેતરના સંશોધન બાદ વિવેચકોનું માનવું છે કે, કાયદામાં સંશોધન બાદ માહિતી ખાતાના અધિકારીઓને મનફાવે તેમ હટાવવા તથા પદ પરથી દૂર કરી શકશે.

તેથી માહિતી ખાતાના અધિકારીઓની સેલેરી વધારવી કે ઘટાડવી, અધિકારીઓ સત્તાધારી પાર્ટી સાથેના સંબંધો પર નિર્ભર કરશે.

કઈ માહિતી આરટીઆઈના કાયદાના દાયરામાં નથી આવતી ?

આંતરિક સુરક્ષા, અન્ય દેશોથી સંબંધી, બૌદ્ધિક સંપત્તિ હક, સંસદીય વિશેષાધિકારનું ઉલ્લંઘન અને તપાસમાં અડચણ ઉભી કરતી માહિતી જનતા સાથે શેર કરી શકાય નહીં. કેબિનેટના નિર્ણયને લાગુ કરતા પહેલા સાર્વજનિક કરવાની છૂટ મળી છે.

ABOUT THE AUTHOR

...view details