આ સુનાવણી દરમિયાન, ચૂંટણી પંચે દાવો કર્યો કે રાજકીય બેઠકો પર નજર રાખી રહેલા અપરાધીઓ સામે અને તેમને પ્રોત્સાહિત કરતા રાજકીય પક્ષો સામે પગલાં લેવાં જરૂરી છે. જોકે, સર્વોચ્ચ ન્યાયાલયે આ દલીલને ફગાવતી વખતે સૂચન કર્યું કે જે કોઈ પક્ષ અપરાધી પૃષ્ઠભૂમિવાળી વ્યક્તિને સભ્યપદ આપે તો તે તેના પગલાનો બચાવ કરવા અને તેનું કારણ સમજાવવા સક્ષમ હોવો જોઈએ! તેણે એવા સૂચનને માન્ય રાખ્યું કે આ તર્કને સાર્વજનિક રીતે જાહેર કરવો પડશે. ન્યાયાલયે કહ્યું કે ઉમેદવારના વ્યક્તિગત ગુણો, તેની તાકાત અને નબળાઈ તેમજ તેની અસ્ક્યામતો અને જવાબદારીઓ, તેમજ તેના ભૂતકાળની અસ્ક્યામતો વગેરેની જાહેરાત સમાચાર પત્રો, સૉશિયલ મિડિયા અને પક્ષની વેબસાઇટ દ્વારા કરવી જોઈએ અને એ પણ જણાવવું પડશે કે આ બધાં છતાં ચોક્કસ ઉમેદવારને શા માટે પસંદ કરવામાં આવ્યો. ‘જ્યાં સુધી અન્ય રીતે સાબિત ન થાય ત્યાં સુધી વ્યક્તિ નિર્દોષ છે’ તે સિદ્ધાંત ધ્યાનમાં લેતા, અને ન્યાયાલયે એમ મત બતાવ્યો કે તે નાના અને મોટા કેસો, જેનાથી વધુ જટિલતા ઊભી થઈ શકે છે, તેની વચ્ચે ભેદ દર્શાવી ન શકે. તેણે વધુમાં કહ્યું કે સંસદે એ સુનિશ્ચિત કરવા એક કાયદો બનાવવો જોઈએ કે અપરાધી ભૂતકાળ ધરાવનારાઓ જાહે જીવનમાં પ્રવેશે નહીં અને કાયદો ઘડવામાં ભાગ ન લે અને ન્યાયાલય કોઈ પણને ચૂંટણી કે જે જાહેર પ્રવૃત્તિ છે, તેમાં ભાગ લેતા અટકાવી ન શકે. ન્યાયાલયે વધુમાં એ પરિસ્થિતિ પર પ્રશ્ન ઉઠાવ્યો કે જેમાં રાજકીય વિરોધી પર નામાંકન પત્ર દાખલ કરવાના છેલ્લા દિવસે દેશદ્રોહના આરોપો કરવામાં આવે છે. તેની સાથે, એ પણ સાચી છે કે જ્યાં સુધી સઘન સુધારો નહીં કરવામાં આવે ત્યાં સુધી દેશ અપરાધી રાજકારણની ચંગુલમાંથી બહાર નહીં નીકળે.
“એ અતાર્કિક અને બેહુદું છે કે અપરાધી પૃષ્ઠભૂમિવાળી કોઈ વ્યક્તિને ધારાસભ્ય, સાંસદ અને પ્રધાન બનવા દેવામાં આવે છે, જ્યારે કે ડૉક્ટર, એન્જિનિયર, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, પોલીસ સુપરિન્ટેન્ડન્ટ, અથવા ન્યાયાધીશ જેવા વ્યવસાયમાં તેમને પ્રવેશ નથી!!” આ જ કારણ છે કે જેના આધારે અશ્વિનીકુમાર ઉપાધ્યાયે જાહેર હિતની એક અરજી કરી હતી. અગાઉ સર્વોચ્ચ ન્યાયાલયના એક ન્યાયાધીશ ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ સીધો જ મુદ્દો ઉઠાવ્યો હતો કે કેટલાક કેસોના ઉકેલ માટે લગભગ ૨૦ વર્ષની પ્રતીક્ષા કરવી પડે છે અને જે વ્યક્તિ સામે આરોપ છે તે વ્યક્તિ આ સમય દરમિયાન લોકપ્રિય પ્રતિનિધિ તરીકે ઓછામાં ઓછું ચાર વાર ચૂંટાઈ શકે છે. ૧૪મી લોકસભામાં અપરાધી પૃષ્ઠભૂમાળા લોકોની સંખ્યા ૨૪ ટકા હતી જ્યારે ૧૫મી લોકસભામાં તે વધીને ૩૦ ટકા થઈ અને ૧૬મી લોકસભામાં તે ૩૪ ટકા થઈ અને હાલની લોકસભામાં તે ૪૩ ટકા છે. એ દુર્ભાગ્યપૂર્ણ હકીકત છે કે હાલની લોકસભામાં ૨૯ ટકા સભ્યો એવા છે જેમના પર બળાત્કાર, હત્યા અને અન્યો જેવા ઘૃણાસ્પદ અપરાધોના આરોપો લાગ્યા છે. વધુ દુઃખની વાત એ છે કે એવી તક વધુ છે કે આવા સભ્યો ચૂંટણી જીતે તેવી સંભાવના હોય છે અને તેઓ નેતાઓ પણ બની જાય છે! આથી, ઉપાધ્યાય દ્વારા દાખલ કરાયેલી અરજીમાં, તેઓ કહે છે કે ૧૯૬૮ના ચૂંટણી પ્રતિક નિયમ પુસ્તકમાં, એક કડક કાયદો સમાવવો જોઈએ જેની હેઠળ અપરાધી પૃષ્ઠભૂમિ સાથેના સભ્યોને ચૂંટણી લડવાની મંજૂરી ન આપવી જોઈએ.