સેન્ટ જ્હોન: વેસ્ટ ઇન્ડિઝના મહાન ક્રિકેટર સર એવર્ટન વીક્સનું બુધવારે 95 વર્ષની વયે નિધન થયું છે. વિન્ડિઝના દિગ્ગજ બેટ્સમેનને કેરેબિયન રમતના "સ્થાપક પિતા" કહેવામાં આવતા હતા.
ગુરુવારે વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટે ટ્વીટ કર્યું હતું કે, "અમારું હૃદય ભારે છે કારણ કે, આપણે એક મહાન ક્રિકેટ ચિહ્ન ગુમાવવાનો શોક વ્યક્ત કરીએ છીએ. આપણે આપણા હીરો સર એવરટન વીક્સ ગુમાવ્યા છે. "તેમના પરિવાર, મિત્રો અને વિશ્વભરના ઘણા ચાહકો પ્રત્યે અમારી સંવેદના વ્યક્ત કરીએ છીએ. ભગવાન એમના આત્માને શાંતિ આપે."
વીક્સ બીજા વિશ્વ યુદ્ધ પછી વિન્ડિઝની ટીમમાં એક અભિન્ન ભાગ હતાં. જેમાં ક્લાઇડ વોલકોટ અને ફ્રેન્ક વોરલ પણ હતાં. બ્રિજટાઉનમાં રાષ્ટ્રીય સ્ટેડિયમ, થ્રી ડબ્લ્યુએસ ઓવલનું નામ પણ આ વિન્ડિઝ ગ્રેટ્સના નામ પર છે. 1948થી 1958ની વચ્ચે વીક્સે વિન્ડિઝ ટીમમાં ભાગ લીધો હતો. આ સમયગાળા દરમિયાન તેણે 48 ટેસ્ટ અને 58.61ની સરેરાશથી 4,455 રન બનાવ્યા હતાં. રમતના સૌથી લાંબી ફોર્મેટમાં વીક્સનો સર્વોચ્ચ સ્કોર 207 હતો.