ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાકિસ્તાનના નેતાઓ બેજવાબદાર નિવેદનો આપી રહ્યાં છે: વિદેશ મંત્રાલય - વિદેશ મંત્રાલય

નવી દિલ્હી : પાકિસ્તાનના પ્રધાન શેખ રાશિદના નિવેદન પર ભારતે પ્રતિક્રિયા આપી હતી. વિદેશ મંત્રાલય દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, પાકિસ્તાન વાતાવરણ ખરાબ કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, પાકિસ્તાન ભારતના આંતરિક મામલાને લઈને પાકિસ્તાનના નેતાઓના નિવેદન બેજવાબદારી ભર્યાં અને નિંદનીય છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સહિત તેમની કેબિનેટના મોટા પ્રધાનો કાશ્મીરને લઈને સતત ભડકાઉ નિવેદનબાજી કરી રહ્યાં છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પ્રેસ કોવન્ફરન્સમાં કહ્યું કે, પાકિસ્તાનના નેતૃત્વ દ્વારા હાલમાં ભારતના આંતરિત મુદ્દા પર કરવામાં આવેલા નિવેદનની અમે નિંદા કરીએ છીએ. આ નિવેદન ખુબ બેજવાબદારી ભર્યું છે.

સૌ.ANI

By

Published : Aug 30, 2019, 5:40 AM IST

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, પાકિસ્તાન ભારત વિરૂદ્ધ આંતકી ગતિવિધિઓનેનો ઉપયોગ કરી રહ્યો છે. જેના પર તેણે રોક લગાવવું જોઇએ. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવીશ કુમારે ગુરૂવારે કહ્યું કે, પાકિસ્તાનનો ઇરાદો વાતાવરણ ખરાબ કરવાનો છે. તે મનઘડંત અને તથ્ય વિહિવ વાતો કરીને વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેથી વિશ્વને લાગે કે સ્થિતી ખુબ જ નાજુક છે. તેમણે પાકિસ્તાન પર ભારતમાં હિંસા ભડકાવવા માટે જિહાદનું આહ્વાન કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, ગઈ કાલે જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે પ્રદેશ માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યપાલે જાહેરાત કરીને કહ્યું કે, પ્રદેશમાં 50 હજાર યુવાનોને સરકારી નોકરીઓ આપવામાં આવશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, મોબાઈલ ફોન જમ્મુના 10 જિલ્લામાં શરૂ કરી દેવામાં આવ્યા છે, જમ્મુ અને લદ્દાખમાં લેન્ડલાઈન સેવાઓ શરૂ કરી દેવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, પાકિસ્તાને સમજવું પડશે કે, વિશ્વ તેની ચાલ સમજી ચુક્યું છે. તેના મનઘડંત દાવાઓ સાંભળનાર કોઇ નથી. તે એવું દેખાડવાનો પ્રયાસ કરી રહ્યું છે કે, ભારત અને પાકિસ્તા વચ્ચે સ્થિતી નાજુક છે.

ABOUT THE AUTHOR

...view details