શહેરા તાલુકામાં ઉનાળાની શરુઆત થતાં જ પાણીની સમસ્યા સર્જાઈ - panchmahal
પંચમહાલ: શહેરા તાલુકાના નવીવાડી ગામે પાણીની સમસ્યાને કારણે મહિલાઓને સમસ્યાનો સામનો કરવો પડે છે. અહીં વણાકબોરી પાણી પૂરવઠા જૂથ યોજના 5 વરસથી શોભાના ગાંઠીયા સમાન બની ગઈ છે. પાણીની સમસ્યાને કારણે અહીંની મહિલાઓને ગામની બહાર આવેલા હેન્ડપંપ પર પાણી ભરવા જવુ પડે છે, ત્યારે મહિલાઓ દ્વારા ચિમકી ઉચ્ચારવામાં આવી છે કે, જો આ પાણીની સમસ્યા જવાબદાર તંત્ર દ્વારા હલ કરવામાં નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણીમાં વોટ આપશે નહી.
Water problem
પંચમહાલ જીલ્લમા આવેલી નવીવાડી ગામમાં લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. ઉનાળાની શરુઆત થવાને હજી વાર છે. ત્યારે પાણી માટેના પોકાર અત્યારથી નવીવાડી ગામમાં ઉઠી રહ્યા છે. જેના કારણે અહીંના સ્થાનિક લોકો ભારે પરેશાન છે. અહીંની મહિલાઓએ પાણી ભરવા ગામમાં આવેલા હેન્ડપંપ પર પાણી ભરવા જવુ પડે છે અને ત્યાનું પાણી પીવા લાયક નથી તેવુ અહીંની મહિલાઓનુ પણ કહેવુ છે. ત્યારે આ સમસ્યાને લઈને ગામની મહિલાઓએ આગામી ચૂંટણીમાં વોટ ન આપવાની ચિમકી ઉચ્ચારી છે.