તરબૂચ આરોગ્ય માટે અનેક રીતે સ્વાસ્થ્ય વર્ધક છે. તરબૂચના સેવનથી થતા ફાયદા વિશે વાત કરીએ તો તરબૂચમાં વિટામીન A, B અને વિટામીન C ભરપુર માત્રામાં હોય છે. તેમાં મિનરલ્સ અને ફેટ કે કોલેસ્ટ્રોલ હોતા નથી. તરબૂચમાં રહેલો ફાઈબર અને પાણીનો હાઈકંટેટ બોડી સિસ્ટમમાંથી ઝેરીલા તત્ત્વોને બહાર કાઢે છે. ત્વચા સ્વસ્થ અને ચમકદાર બનાવે છે અને શરીરના પાચન તંત્રને પ્રાકૃતિક રૂપે મજબૂત બનાવે છે. તેમજ ઈંન્ફેકશનથી બચાવે છે.
સ્થમાં આર્થરાઈટિસ, કોલોન કેંસર અને ડાયાબીટીસમાં તરબૂચ ઘણુ ફાયદાકારક છે. શરીરમાં પાણીની માત્રા બનાવી રાખે છે. કીડની અને હ્રદય સ્વસ્થ રાખે છે. તરબૂચમાં ભરપુર પાણી હોવાથી શરીરમાં એનર્જીનું પ્રમાણ જળવાઇ રહે છે.