બિહાર: કૂચ બિહારમાં એક વ્યક્તિએ ક્વોરેન્ટાઈન સેન્ટરમાં ભૂખ હડતાલ પર ઉતર્યો હતો. આ ઈસમ 19 મેના રોજ તેની પત્ની સાથે ત્રિપુરાથી પરત ફર્યો હતો. આ વ્યક્તિએ સરકારને જણાવ્યું હતું કે, હું મારી પત્ની સાથે ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રહેવા માંગું છું. કારણ કે, બીજા કેન્દ્રમાં મારી પત્ની સુરક્ષિત નથી.
''ક્વોરેન્ટાઈન સેન્ટરમાં હું મારી પત્ની સાથે જ રહીશ'ની જીદ સાથે પતિની ભૂખ હડતાલ
બિહારમાં એક વ્યક્તિએ જીદ પકડીને ભુખ હડતાલ શરૂ કરી દીધી છે. તેની માગ છે કે, ક્વોરેન્ટાઈન પિરિયડ દરમિયામ તેને તેની પત્ની સાથે જ રહેવા દેવામાં આવે. આ યુવાન તેની પત્ની સાથે ત્રિપુરાથી વતન પરત ફર્યો હતો.
quarantine center'
બિહારમાં કુલ 1,982 કોરોના પોઝિટિવ કેસ છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસના કારણે મૃત્યુ પામેલા કુલ લોકોની સંખ્યા વધીને 3,583 થઈ ગઈ છે. ત્યારે કોવિડ-19ના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 1,18,447 થઈ ગઈ છે.