કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં 36માં સ્થાને ડો. ગુલામ સિંહ કિરારનું નામ છે. કિરાર મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપ છોડી કોંગ્રેસમાં સામેલ થયા હતા. કિરારના કોંગ્રેસમાં સામેલ થતા ઘણાં સવાલ ઉઠ્યા હતા, કારણ કે તેમનું નામ વ્યાપમ કૌભાંડમાં આવ્યું હતું.
MP: સ્ટાર પ્રચારકોની યાદીમાં કોંગ્રેસે વ્યાપમના આરોપીને પણ લીધા સાથે - bjp
ભોપાલ: લોકસભા ચૂંટણી માટે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેમાં વ્યાવસાયિક પરીક્ષા મંડળ (વ્યાપમ) કૌભાંડના આરોપી ડૉ. ગુલાબ સિંહ કિરારનું પણ નામ છે.
ફાઈલ ફોટો
વિધાનસભા ચૂંટણીની પહેલા કોંગ્રેસ વ્યાપમ કૌભાંડને જોરશોર થી ઉઠાવ્યો હતો. અને ગુલાબ સિંહ કિરારને લઈને કોંગ્રેસે ભાજપ પર પ્રહારો કર્યા હતા. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણના નજીક હોવાના આરોપ લગાવ્યા હતા. બાદમાં કિરાર ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. વિધાનસભા ચૂંટણી દરમિયાન કિરાર કોંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા અને લોકસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદીમાં તેમનું નામ છે.
Last Updated : Apr 24, 2019, 8:06 PM IST