આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે શાળાના વિદ્યાર્થીઓએ આ સ્લિપ ઈટીવી ભારતના પત્રકારને આપી, ત્યાર બાદ આ સ્લિપને પત્રકાર મિત્રએ જીલ્લાધિકારીને સોંપી દીધી હતી. આ ઘટનાની જાણ થતાં જ જીલ્લાધિકારી તાત્કાલિક ધોરણે સ્કૂલમાં પહોંચી ગયા હતા. જ્યાં RDO કાર્યાલયના અધિકારીએ આ સ્લિપને જમા કરી લીધી હતી.
આંધ્રપ્રદેશમાં સરકારી સ્કૂલમાંથી ઢગલાબંધ VVPATની સ્લિપ મળી આવી - lok sabha election
અમરાવતી: લોકસભા ચૂંટણી 2019 માટે દેશમાં મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ત્યારે હાલમાં જ આંધ્રપ્રદેશના નેલ્લોર જીલ્લામાં વીવીપેટની અનેક સ્લિપ એક સરકારી શાળામાંથી મળી આવી છે.
VVPAT
આપને જણાવી દઈએ કે, હાલ ચૂંટણી પંચ માટે નિષ્પક્ષ ચૂંટણી કરાવી એક માથાનો દુખાવો સમાન છે. એના માટે પંચ બને તેટલા પ્રયાસો કરી રહ્યું છે તેમ છતા પણ આવી ઘટનાઓ બહાર આવતી રહે છે. હાલ તો આ ઘટનાને લઈ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.