- એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા ગેંગસ્ટર વિકાસ દુબેના મૃતદેહનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. ટેસ્ટ બાદ જ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
LIVE UPDATES : વિકાસ દુબેના મૃતદેહનો કોરોના ટેસ્ટ થશે ત્યારબાદ કરાશે પોસ્ટમોર્ટમ
11:43 July 10
કોરોના ટેસ્ટ બાદ વિકાસના મૃતદેહનું થશે પોસ્ટમોર્ટમ
11:27 July 10
ઇજાગ્રસ્ત પોલીસ કર્મીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા
- ગેંગસ્ટર વિકાસ દુબેના એન્કાઉન્ટર બાદ ઇજાગ્રસ્ત પોલીસકર્મીઓને કાનપુરની લાલા લજપત રાય હોસ્પિટલમાં લાવવામાં આવ્યા.
11:25 July 10
મધ્યપ્રદેશના ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાએ વિકાસ દુબેના એન્કાઉન્ટર પર આપી પ્રતિક્રિયા
- વિકાસ દુબે એન્કાઉન્ટર પર મધ્યપ્રદેશના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગઈકાલે અને આજે વિકાસ દુબેની ધરપકડ અને એન્કાઉન્ટર પર સવાલો ઉઠાવનારા લોકો માટે આ અફસોસ અને નિરાશાની વાત હોઈ શકે છે. મધ્યપ્રદેશ પોલીસે તેનું કામ કર્યું, તેણે ધરપકડ કરીને તેને યુપી પોલીસના હવાલે કર્યો
10:36 July 10
કોંગ્રેસ સચિવ પ્રિયંકા ગાંધીએ કર્યુ ટ્વિટ
- કોંગ્રેસ સચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરી સરકાર પર કટાક્ષ કર્યો હતો.
10:30 July 10
વિકાસ દુબેને લઈ જતી વખતે પોલીસ કાફલામાં સાથે રહેલી મીડિયોકર્મીઓની ગાડીને એન્કાઉન્ટર પહેલા રોકવામાં આવી
- વિકાસ દુબેના એન્કાઉન્ટર પહેલા પોલીસ દ્વારા મીડિયાકર્મીઓની ગાડીને રોકી દેવામાં આવી હતી. જે ગાડીઓ એસટીએફના કાફલાને ફોલો કરી રહી હતી એ ગાડીઓને એન્કાઉન્ટરના થોડા સમય પહેલા રસ્તામાં જ પોલીસે રોકી લીધી હતી.
09:25 July 10
વિકાસ દુબેને લાગી હતી ત્રણ ગોળીઓ
- વિકાસ દુબેને ત્રણ ગોળી લાગી હતી. એક ખંભા પર એક છાતી પર અને એક પેટથી નિચે.
09:24 July 10
અખિલેશ યાદવે ટ્વિટ કરી ઉત્તરપ્રદેશ સરકાર પર સાધ્યું નિશાન
- કાનપુર અથડામણમાં વિકાસ દુબેના એન્કાઉન્ટર પર અખિલેશ યાદવે ટ્વિટ કરી સરકારને આડે હાથ લિધી છે. અખિલેશ યાદવે ટ્વિટ કરી કહ્યું કે ' ખરેખર તો આ કાર નથી પલટી, પરંતુ ગુપ્ત વાતો ખુલવાથી સરકાર પલટતી બચાવવામાં આવી છે. '
09:08 July 10
વિકાસ દુબેને લઈ જતી પોલીસની ગાડીને અકસ્માત નડ્યો હતો, ઘટનાનો લાભ લઈને ભાગવા જતા ઉત્તરપ્રદેશ પોલીસે કર્યું એન્કાઉન્ટર
- દુબેને ઉજ્જૈનથી કાનપુર લઈ જવામાં આવી રહ્યો હતો, તે દરમિયાન એસટીએફનો કાફલાની ગાડી પલટી ગઈ હતી અને વિકાસ દુબેને તક મળતા તે પોલીસની પિસ્તોલ છીનવી લીધી હતી અને ફાયર કર્યું હતું.
08:48 July 10
કાનપુર 8 પોલીસ કર્મીની હત્યા કેસમાં મુખ્ય આરોપી વિકાસ દુબે કાનપુરમાં જ ઠાર
- કાનપુર: વિકાસ દુબેએ પોલીસ પાસેથી પિસ્તોલ છીનવી અને ગોળીબાર કર્યો હતો. તે દરમિયાન એક એન્કાઉન્ટર શરૂ થયું જેમાં વિકાસ દુબે માર્યો ગયો.
- વિકાસ દુબેએ પિસ્તોલ છીનવીને પોલીસને ગોળી મારીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેના જવાબમાં એસટીએફ પણ વિકાસ દુબે પર ગોળીબાર કર્યો હતો, જેમાં વિકાસ દુબેનું મોત થયુ હતું.
- દુબેને ઉજ્જૈનથી કાનપુર લઈ જવામાં આવી રહ્યો હતો, તે દરમિયાન એસટીએફનો કાફલાની ગાડી પલટી ગઈ હતી અને વિકાસ દુબેને તક મળતા તે પોલીસની પિસ્તોલ છીનવી લીધી હતી અને ફાયર કર્યું હતું.
- આ અકસ્માતમાં અનેક પોલીસ જવાન ઘાયલ હોવાનું પણ જણાવાયું છે.