પ્રાપ્ત મીડિયા રિપોર્ટ મુજબ જોઈએ તો બ્રિટીનના ખૂણે ખૂણે વસતા લગભગ 10 હજાર પાકિસ્તાની લોકો લંડન પહોંચ્યા હતાં. ત્યાર બાદ લંડનના રસ્તાઓ પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું છે.પ્રદર્શનકારીઓએ ભારતીય હાઈકમિશનની ઓફિસની સામે ઈંડા, ટામેટા અને પથ્થરમારો કર્યો હતો. ઓફિસની અનેક બારીઓને પણ નુકશાન પહોંચાડ્યું છે.
લંડનમાં પાકિસ્તાનીઓનું હિંસક પ્રદર્શન, ભારતીય હાઈકમિશન પર ઈંડા ફેંક્યા - આર્ટિકલ 370
લંડન: જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મુદ્દાને લઈ ભારત અને પાકિસ્તાન બંને દેશો આંતરરાષ્ટ્રીય સ્તરે વેરવિખેર થઈ ગયા છે. આ ક્રમમાં જોઈએ તો પાકિસ્તાની મૂળના લોકોએ લંડનમાં હુમલો કરી વિરોધ પ્રદર્શન કર્યું છે. આ તમામ લોકોએ ભારતીય હાઈકમિશનની ઓફિસને ટાર્ગેટ બનાવી છે. જ્યાં તેના પર પથ્થરમારો કર્યા બાદ ઈંડા પણ ફેંક્યા હતાં.
ani
પાકિસ્તાની મૂળના લોકોએ આ વિરોધ પ્રદર્શનને કાશ્મીર ફ્રિડમ માર્ચ નામ આપ્યું છે. આ માર્ચ પાલ્યામેન્ટ સ્કેવરથી થી શરૂ થઈ ભારતીય હાઈકમિશન સુધી યોજાઈ હતી. વિશાળ પોસ્ટરો અને બેનરો લઈ વિરોધ નોંધાવ્યો છે.