ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિગ્ગજ અભિનેતા શ્રીરામ લાગૂનું 92 વર્ષની વયે નિધન - दिनानाथ मंगेशकर रुग्णालय

મુંબઈઃ દિગ્ગજ અભિનેતા શ્રી રામ લાગૂનું 92 વર્ષની ઉંમરે પુણેમાં નિધન થયું હતું. ગુરૂવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવેશે. શ્રીરામ લાગૂએ પોતાના ફિલ્મી કરિયરમાં હજારો હિન્દી અને 40થી વધુ મરાઠી ફિલ્મોમાં કામ કર્યું હતું. શ્રીરામ લાગૂએ 'વો આહટઃ એક અજીબ કહાની', 'પિંજરા', 'મેરે સાથ ચલ', 'સામના', 'દૌલત' જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું.

દિગ્ગજ અભિનેતા શ્રીરામ લાગૂનું 92 વર્ષની વયે નિધન
દિગ્ગજ અભિનેતા શ્રીરામ લાગૂનું 92 વર્ષની વયે નિધન

By

Published : Dec 17, 2019, 11:17 PM IST

શ્રીરામ લાગૂ મરાઠી થિયેટકમાં લીજેન્ડ હતા. ખાસ વાત તો એ છે કે, તેઓ વ્યવસાયે ડૉકટર હતા. તેઓ નાક-કાન અને ગળાના સર્જન હતા. 16 નવેમ્બર 1927ના મહારાષ્ટ્રના સતારામાં જન્મેલા શ્રીરામ લાગૂએ થિયેટરના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે.

શ્રીરામ લાગૂના નિધન પર કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને પ્રકાશ જાવેડકરે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. પ્રકાશ જાવેડકરે લખ્યું હતું કે, મહાન કલાકાર શ્રીરામ લાગૂને મારી શ્રદ્ધાંજલિ. એક અદ્વિતિય થિયેટર કલાકારે સિલ્વર સ્ક્રીન પર પોતાનો દબદબો બનાવ્યો હતો અને પ્રભાવશાળી એક્ટર હતા. તેઓ સાથે-સાથે એક સામાજિક કાર્યકર્તા પણ હતા.

ABOUT THE AUTHOR

...view details