ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નેપાળમાં ભારતના ફળ અને શાકભાજીઓને 'નો એન્ટ્રી' - INDIA

કાઠમંડુ: નેપાળ સરકારે ભારતથી આવનારી શાકભાજી અને ફળ પર પાબંધી લાદી દીધી છે. નેપાળની સરકારનો આક્ષેપ છે કે  ભારતથી આવતા શાકભાજીઓમાં જંતુનાશક દવાઓનો વધારે પડતો ઉપયોગ થાય છે.

નેપાળમાં ભારતના ફળ અને શાકભાજીઓની 'નો એન્ટ્રી'

By

Published : Jun 25, 2019, 12:46 PM IST

Updated : Jun 25, 2019, 1:54 PM IST

કહેવામાં આવી રહ્યું છે કે મુજફ્ફરપુરમાં આવેલા ચમકી તાવને કારણે નેપાળની સરકારે આ મહત્વપુર્ણ નિર્ણય લીધો છે.

પાબંધી લાદ્યા બાદ શાકભાજી અને ફળોના વાહન નેપાળ-ભારતની સીમા પર ફંસાયા છે. નેપાળના આ નિર્ણયના કારણે ભારતીય વેપારીઓને ભારી માત્રામાં નુકસાન પહોંચ્યું છે.

નેપાળ કસ્ટમનું કહેવુ છે કે લેબ ટેસ્ટ થયા વિના ફળો અને શાકભાજીઓની નેપાળમાં એન્ટ્રી નહીં થાય. તેમનો આક્ષેપ છે કે ભારતથી આવનાર ફળો અને શાકભાજીઓમાં કેમિકલનો ઉપયોગ થાય છે.

Last Updated : Jun 25, 2019, 1:54 PM IST

ABOUT THE AUTHOR

...view details