ઉત્તરભારતમાં લોહરી, ગુજરાત સહિત મધ્ય ભારતમાં ઉત્તરાયણ અથવા મકરસંક્રાંતિ અને દક્ષિણ ગુજરાતમાં પોંગલ તરીકે જાણીતા આ પર્વને વધાવી લેવા સમગ્ર દેશવાસીઓ આતુર હતા. ત્યારે વાટ જોવાની ક્ષણો પૂર્ણ થઈ છે અને આનંદ માણવાની ક્ષણોની શરૂઆત. આજે વહેલી સવારથી જ લોકો ધાબે ચઢી જશે. તેમની સાથે આજે મોટા પ્રમાણમાં રંગબેરંગી પતંગો અને સાથે દોરી હશે.
દેશભરમાં આજે ઉત્તરાયણની થશે ઉલ્લાસભેર ઉજવણી, દિવસભર ઈટીવીના પતંગોત્સવ સાથે જોડાયેલા રહો - undefined
ન્યુઝ ડેસ્કઃ ઉત્તરાયણના પર્વને લઈ પતંગ રસિયાઓની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગયા બાદ આજે આખો દિવસ 'કાઈપો છે' અને 'એ લપેટ'ના નાદ સાથે લોકો પતંગ ઉડાવી મજા માણશે. આ સાથે જ ઈટીવી ભારત પણ આ વર્ષે અવકાશના અનોખા પર્વ સાથે સતત જોડાયેલુ રહેશે, દિવસભર ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી આપ અમારી સાથે જોડાયેલા રહો...
લોકો પતંગો ચઢાવી સાથે મીઠાસના ભાગરૂપે ચિક્કી અને તલસાંકડીથી માંડી મીઠાઈઓનો લ્હાવો માંડશે, સાથે જ લપેટ અને કાઈપો છે....ના નાદથી વાતાવરણ ગૂંજી ઉઠશે. આ સાથે જ લોકો ડીજેના તાલ સાથે આ પર્વને વધાવી લેશે. ગુજરાતમાં ખાસ કરીને આ તહેવારનું વધુ મહત્વ છે. જેથી ગુજરાતમાં આજે ઠેર-ઠેર લોકો અગાશી પર ચઢી પતંગો ચગાવતા નજરે ચઢે. વળી, અહીં જાનહાની સામે પહોંચી વળવા સરકારી તંત્ર પણ સજ્જ છે. આજે આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જશે.
બીજીતરફ જ્યાં ઉત્તર ભારતમાં આ તહેવાર લોહરી તરીકે ઉજવાય છે, ત્યાં મોડી સાંજે લોહરી સળગાવી પૂજા-અર્ચના કરાશે. જ્યારે દક્ષિણ ભારતમાં પોંગલ તરીકે ઉજવાતા પર્વમાં ઘરે-ઘરે રંગોલીની સાથે નવા વર્ષની જેમ આ તહેવારને ઉજવાશે, ઉપરાંત પતંગો તો ખરી જ ખરી. ત્યારે આપ સહુ દર્શક મિત્રોને ઈટીવી ભારત પરિવાર તરફથી પતંગોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છા. આ સાથે જ આજે દિવસભર તમામ દર્શકમિત્રો ઈટીવી ભારતના આકાશી નજારા સાથે જોડાએલા રહી ઉત્તરાયણના પર્વને માણશો....
TAGGED:
uttrayan special-2