ગુજરાત

gujarat

ETV Bharat / bharat

UP: ભાજપના 6 વર્તમાન સાંસદોના પત્તા કપાયા

લખનઉ: લોકસભા ચૂંટણી માટે ભાજપે 184 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં ઉત્તર પ્રદેશના 28 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. આ યાદી પ્રમાણે જોઈએ તો વર્તમાનમાં 6 સાંસદોના પત્તા કપાયા છે.

By

Published : Mar 22, 2019, 5:12 PM IST

સ્પોટ ફોટો

મોદી સરકારે કૃષિ રાજ્ય પ્રધાન અને શાહજહાંપુરના સાંસદ કૃષ્ણા રાજનું પત્તુ કાપીને અરૂણ સાગરને ટિકીટ આપવામાં આવી છે. આગરાના વર્તમાન સાંસદ અને અનુસૂચિત જાતિના અધ્યક્ષ રામશંકર કઠેરિયાનું પત્તુ કાપીને ઉત્તર પ્રદેશ સરકારમાં પ્રધાન એસ.પી બઘેલને ટિકીટ આપવામાં આવી છે. સંભલના સાંસદ સતપાલ સૈનીનું પત્તુ કાપીને પમેશ્વર સૈનીને ટિકીટ આપવામાં આવી છે. હરદોઈના અંશુલ વર્માનું પત્તુ કાપીને જયપ્રકાશ રાવતને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મિસ્રી સાંસદ અંજૂબાલાનું પત્તુ કાપીને અશોક રાવતને ટિકીટ આપવામાં આવી છે.

ફતેહપુર સીકરીના સાંસદ ચૌધરી બાબૂલાલનું પત્તું કાપીને રાજકુમાર ચહરની ટિકીટ આપવામાં આવી છે. જે 6 લોકોના પત્તુ કપાયું છે. તેમાં 4 OBC અને બે અનુસૂચિત જાતિના છે.

અહીં ઉલ્લેખનીય છે કે, ભાજપે 184 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપના દિગ્ગજ નેતા એલ.કે.અડવાણીનું પત્તું કાપીને BJP અઘ્યક્ષ અમિત શાહને ટિકીટ આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details