જયા પ્રદા પર અપમાનજનક નિવદેન બાદ આઝમ ખાન મુશ્કેલીઓમાં મુકાયા છે. રાષ્ટ્રીય મહિલા આયોગ સમાજવાદી પાર્ટીના નેતાને નોટિસ મોકલશે અને જવાબ માંગશે. આયોગ આઝમ ખાનને સોમવારે નોટિસ મોકલશે. રામપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા આઝમ ખાને જયા પ્રદા પર અપમાનજનક નિવેદન આપ્યું છે.
મર્યાદા ભૂલ્યા આઝમ ખાન, જયા પ્રદા વિશે કરી અપમાનજનક ટિપ્પણી
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશની રામપુર લોકસભા બેઠકના સમાજવાર્દી પાર્ટીના ઉમેદવાર આઝમ ખાને ભાજપના ઉમેદવાર જયા પ્રદાને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે, તો આંતર વસ્ત્રોને લઈ અભદ્ર ટિપ્પણી પણ કરી.
ફાઈલ ફોટો
ઉલ્લેખનીય છે કે, અગાઉ જયા પ્રદાએ શનિવારે આઝમ ખાનને આડે હાથે લેતા કહ્યું હતું કે, જેને અમે ભાઈ કહ્યો, તેને મને નાચનેવાલી કહી, આઝમ ખાને હંમેશા અપમાન કર્યું છે. જયા પ્રદાએ કહ્યું હતું કે, આઝમ ખાન હોશમાં નથી, આ કંઈ પણ કરી શકે છે.
નોંધનીય છે કે, વર્ષ 2018માં જ્યારે દેશમાં પદ્માવત ફિલ્મને લઈને શોર હતો ત્યારે, જયા પ્રદાએ આઝમ ખાનની સરખામણી ખિલજી સાથે કરી હતી. જેને ફિલ્મમાં ક્રૂર દેખાડવામાં આવ્યો હતો.