ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અમેરિકાએ હવાઈ હુમલામાં ઈરાનના ટોચના કમાન્ડરને ઠાર માર્યો

બગદાદ: અમેરિકન એરફોર્સે આજે (શુક્રવારે) વહેલી સવારે ઈરાકની રાજધાની બગદાદના એરપોર્ટ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈરાનના ટોચના કમાન્ડર કાસિમ સુલેમાની અને ઈરાકના હાશેદ અલ-શાબી લશ્કરી દળના ઉપપ્રમુખને ઠાર મારવામાં આવ્યો હતો.

US air strike
અમેરિકાએ કર્યો હવાઈ હુમલો

By

Published : Jan 3, 2020, 10:07 AM IST

અમેરિકાએ શુક્રવારે વહેલી સવારે ઈરાનની ઉચ્ચ પ્રશિક્ષિત કુદ્સ ફોર્સના પ્રમુખ મેજર જનરલ કાસિમ સુલેમાનીને ઠાર માર્યો છે. આ હુમલો ઈરાકની રાજધાની બગદાદમાં કરવામાં આવ્યો હતો. ઈરાને પણ આ આ હુમલા અંગે સ્પષ્ટતા કરી છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ સુલેમાનીનો કાફલો બગદાદ એરપોર્ટ તરફ જઈ રહ્યો હતો ત્યારે અમેરિક સેનાએ હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં અન્ય કમાંડર પણ માર્યા ગયા છે. જેમાં ઉપ કમાંડર અબૂ મેહદી અલ મુહાંદિસનો પણ સમાવેશ થાય છે. મેહદી પોપુલર મોબલાઈજેશન ફોર્સનું નેતૃત્વ કરતો હતો.

સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ સૈન્ય દળો દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં 8 ઈરાની અને ઈરાકી કમાંડર પણ માર્યા ગયા છે. ઈરાકના સરકારી ટીવી ચેનલના જણાવ્યા મુજબ આ હુમલામાં ઈરાનનો ટોચનો કમાંડર કાસિમ સોલેમાની પણ માર્યો ગયો છે.

આ પેલા ઈરાકમાં અમેરિકન એમ્બસી પર હુમલો કરવામાં આવ્યો હતો. જેના માટે અમેરિકાએ ઈરાકને જવાબદાર ગણાવ્યું હતું. અમેરિકન એરફોર્સ દ્વારા આજે કરવામાં આવેલી કાર્યવાહી અમેરિકન અમ્બસી પરના હુમલાના જવાબમાં કરવામાં આવેલી કાર્યવાહી માનવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details