ઉપહાર સિનેમામાં 1997માં બોર્ડર ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન આગ લાગી હતી જેમાં 59 લોકોના મોત થયાં હતાં.
13 જૂન 1997માં બૉલિવુડ ફિલ્મ બોર્ડરની સ્ક્રીનિંગ દરમિયાન ઉપહાર સિનેમા હોલમાં આગ લાગી હતી. આ આગમાં 59 લોકોના મોત થયાં હતાં અને 100થી વધારે લોકો ઘાયલ થયા હતા.
આ મુદ્દે કોર્ટે 31 જાન્યુઆરી 2003માં તપાસના આદેશ આપ્યા હતા. તે આદેશ કોર્ટના રેકોર્ડ રૂમમાંથી થોડા દસ્તાવેજો ગાયબ થયા બાદ આપવામાં આવ્યા હતા. તપાસમાં કોર્ટના એક કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.
સામાન્ય બિલ્ડીંગમાં આગ લાગવાની ઘટનાઓ ઉપરાંત ઘણા અગ્નિકાંડ એવા પણ થયા છે, જેમનું નિર્માણ ઘણા પ્રકારના ધોરણોની તપાસ બાદ થાય છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ઉપરાંત અન્ય શહેરમાં થયેલી દુર્ઘટનામાં એક નજર
- સુરત, ગુજરાત: 24 મે 2019ના રોજ સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ થયો હતો, જેમાં 22 માસુમ વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવવો પડ્યો. વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા માટે બિલ્ડીંગ પરથી નીચે કુદ્યા હતા.
- મુર્શિદાબાદ, પશ્ચિમ બંગાળ: 13-03-2019ના રોજ મુર્શિદાબાદ મેડિકતલ હોસ્પિટલમાં લાગેલી આગ દરમિયાન થયેલી ભાગ-દોળમાં 1નું મોત થયું હતું, જ્યારે 30 ઘાયલ થયા હતા.
- મુંબઈ, મહારાષ્ટ્ર: 17-12-2018ના રોજ અંધેરી ઈસ્ટના મારોલમાં કર્મચારી રાજ્ય વીમા નિગમ કામગર હોસ્પિટલમાં આગ લાગી હતી. આગ પર કાબુ મેળવવા 3 કલાક કરતાં વધારે સમય લાગ્યો હતો. ઘટનામાં 8 લોકોના મોત થયા હતા અને 145થી વધુ ઘાયલ થયા હતા.
- કોલકાતા, 8-10-2018ના રોજ રાજકીય કોલકાતા મેડિકલ કોલેજ અને હોસ્પિટલની ડિસ્પેન્સરીમાં આગ લાગી હતી. બિલ્ડીંગમાંથી અંદાજે 250 દર્દીઓને બચાવવામાં આવ્યા હતા.
- ભુવનેશ્વર, ઓડિશા: 20-10-2016ના રોજ ભુવનેશ્વરના સમ હોસ્પિટલમાં મોટી આગ લાગી હતી. જેમાં, 22 લોકોના મોત થયાં હતા.
- કટક, ઓડિશા: 28-11-2015ના રોજ કટકના શિશુ ભવન હોસ્પિટલમાં આગ લાગી હતી, જેમાં 11 લાખ રૂપિયાની મશીનો સળગી ગઇ હતી. ઘટનામાં એક બાળક ગંભીર રીતે ઘાયલ થયું હતું.
- બીકાનેર, રાજસ્થાન: જાન્યુઆરી 2013માં બીકાનેરના પીબીએમ હોસ્પિટલમાં આગ લાગી હતી. જેમાં 4 નવજાત શિશુ ઘાયલ થયા હતા.
- કોલકાતા, પશ્ચિમ બંગાળ: 9-12-2011ના રોજ કોલકાતાના એએમઆરઆઈ હોસ્પિટલમાં આગ લાગી હતી. આ ઘટનામાં 94 લોકોના મોત થયા હતા. મરનારમાં 90 લોક દર્દી હતા.
- એરવાડી, તમિલનાડુ: 06-08-2001ના રોજ થયેલી આ દર્દનાક ઘટનામાં 28 લોકોના મોત થયા હતા. મોઈદીન બદુશા મેન્ટલ હોસ્પિટલમાં જ્યારે આગ લાગી હતી, ત્યારે દર્દીઓને સાંકળથી વૃક્ષ અને બેડ સાથે બાંધવામાં આવ્યા હતા, જેના કારણે તે ભાગી ન શક્યા.