લખનઉ: ઉત્તર પ્રદેશમાં વિધાનસભા સત્ર શરૂ થયા પહેલા 622 અધિકારીઓ અને કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી 24 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે, ત્યારબાદ વિધાનસભા સત્રમાં સામેલ થનારા બધા ધારાસભ્યો અને તેમના સ્ટાફને પણ કોરોના તપાસ કરાવવાની સુચના આપવામાં આવી હતી.
યુપી વિધાનસભાનું ચોમાસું સત્ર 20 ઓગ્સ્ટથી શરૂ થઈ રહ્યું છે. જેને લઈ સચિવાલયના 622 અધિકારીઓ અને કર્મચારીઓનો કોરોના ચકાસણી કરવામાં આવી હતી. સોમવારથી જ વિધાનસભાની અંદર કોરોના વાઈરસની તપાસ શરૂ કરાઈ હતી. જેમાં 24 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ઉત્તર પ્રદેશમાં કોરોના વાઈરસના સંક્રમણની સ્થતિ ખુબ જ ગંભીર થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં માત્ર લખનઉમાં 595 નવા કેસ નોંધાયા હતા. તેમજ 8 લોકોના મોત થયા છે. લખનઉની વાત કરવામાં આવે તો 7 હજાર 223 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની સારવાર ચાલી રહી છે.
કોરોના એક્ટિવ કેસની સંખ્યા 50 હજાર 893 છે. અત્યાર સુધીમાં 1 લાખ 4 હજાર 808 કોરોના સંક્રમિતોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 4 હજાર 186 કોરોના નવા કેસ નોંધાયા છે. 4 હજાર 376 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 69 કોરોના સંક્રમિત લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ 2,515 લોકોનું કોરોના સંક્રમણથી મોત થયું છે.