લખનઉ: ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ આજે મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકેનો ચાર્જ સંભાળશે. આ પહેલા દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને મધ્યપ્રદેશનો વધારાનો હવાલો સોંપતાં કાર્યકારી રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરી હતી, ત્યારબાદ આનંદીબેન પટેલ આજે ભોપાલ જશે અને ત્યાંનો ચાર્જ સંભાળશે.
આનંદીબેન પટેલ આજે મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકેનો ચાર્જ સંભાળશે - Uttar Pradesh news
ઉત્તર પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલ અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આજે મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકેનો ચાર્જ સંભાળશે. પ્રદેશના ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ અજય કુમાર મિતલ આનંદીબેનને શપથ ગ્રહણ કરાવશે.
મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનનું સ્વાસ્થ્ય ખરાબ હોવાના કારણે મધ્યપ્રદેશના રાજ્યપાલનો ચાર્જ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને સોંપવામાં આવ્યો છે. લાલજી ટંડનનું સ્વાસ્થ્ય ખરાબ હોવાને કારણે તે લખનઉના મેદાંતા હોસ્પિટલમાં કેટલાય દિવસોથી દાખલ છે. જ્યાં તેમની હાલત ગંભીર છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, માહિતી મળી રહી હતી કે, મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ સરકારના પ્રધાનમંડળના વિસ્તારને ધ્યાનમાં રાખીને મધ્યપ્રદેશના રાજ્યપાલનો વધારાનો હવાલો આનંદીબેન પટેલને સોંપવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશ સરકારના પ્રધાનમંડળનું વિસ્તરણ ટૂંક સમયમાં થવાની સંભાવના છે.