ઉત્તર પ્રદેશના નવનિયુક્ત રાજ્યપાલ આનંદીબેન પટેલ 9:30 લખનઉ એરપોર્ટ પર પહોચ્યા હતા. આ તકે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સહિત પ્રદેશ સરકારના પ્રધાનો અને ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા.
આનંદીબેન પટેલે લીધા શપથ, બન્યા UPના 25માં રાજ્યપાલ - Anandi Ben Patel
લખનઉ: ઉત્તર પ્રદેશના નવનિયુક્ત રાજ્યપાલ આનંદીબેન પટેલ આજે રાજભવનમાં શપથ લીધા હતા. અલહાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ગોવિંદ માથુર આનંદીબેન પટેલને શપથ ગ્રહણ કરાવ્યા હતા.
રાજ્યપાલ આનંદીબેન પટેલના શપથ ગ્રહણ સમારોહ પર રાજ્યપાલ રામ નાયક પણ ઉપસ્થિત રહ્યા હતા. રામ નાયકના 22 જુલાઈના રોજ ના 5 વર્ષનો કાર્યકાળ સમાપ્ત થયો છે.
શપથ ગ્રહણ સમારોહમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, વિધાન પરિષદના સભાપતિ રમેશ યાદવ, વિધાનસભાના અધ્યક્ષ હધ્ય નારાયણ દીક્ષિત, ઉપ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય, ડૉક્ટર દિનેશ શર્મા સહિત અલહાબાદ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ યોગી સરકારના કેટલાક પ્રધાન ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મુખ્ય સચિવ ડૉ.અનૂપ ચંદ્ર પાંડે , DGP ઓપી સિંહ સહિત દિગ્ગજો આનંદીબેન પટેલના શપથ ગ્રહણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.