ઉત્તરપ્રદેશ: ઉત્તરપ્રદેશ સરકારે રાજસ્થાનના એજ્યુકેશન હબ ગણાતા કોટામાં અભ્યાસ કરતા કુલ 9 હજાર વિદ્યાર્થીઓને 252 બસ મારફતે તેમના ઘરે પહોંચાડવામાં મદદ કરી હતી. તેમ છતાં 1500 જેટલા વિદ્યાર્થીઓ હજી પણ કોટા ફસાયેલા છે. હવે તેમને લેવા માટે ઉત્તરપ્રદેશ સરકારે વધુ 50 બસ કોટા મોકલી છે. આ બસો રવિવારે સાંજ સુધીમાં કોટા પહોંચશે. જેમાં બાકીના વિદ્યાર્થીઓને પણ ઉત્તરપ્રદેશમાં તેમના ઘરે પહોંચાડવામાં આવશે.
ઉત્તરપ્રદેશ સરકારે વિદ્યાર્થીઓને લાવવા વધુ 50 બસ કોટા મોકલી - ખાનગી બસ ઓપરેટરો
ઉત્તરપ્રદેશ સરકારે રાજસ્થાનના એજ્યુકેશન હબ ગણાતા કોટામાં અભ્યાસ કરતા કુલ 9 હજાર વિદ્યાર્થીઓને 252 બસ મારફતે તેમના ઘરે પહોંચાડવામાં મદદ કરી હતી. તેમ છતાં 1500 જેટલા વિદ્યાર્થીઓ હજી પણ કોટા ફસાયેલા છે. હવે તેમને લેવા માટે ઉત્તરપ્રદેશ સરકારે વધુ 50 બસ કોટા મોકલી છે.
કોટા જિલ્લા વહીવટી તંત્ર, કોચિંગ સંસ્થા અને છાત્રાલય એસોસિએશન ઉત્તર પ્રદેશના વિદ્યાર્થીઓની ગણતરી યોગ્ય રીતે કરી શક્યા નથી. યોગી સરકારે ઉત્તરપ્રદેશથી 252 બસ મોકલી હતી, જેમાં ફક્ત 7500 વિદ્યાર્થીઓ જ બેસી શક્યા હતા. જ્યાં વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. અહીં સામાજિક અંતરના ધોરણનુંં પણ પાલન કરવામાં આવ્યું ન હતું.
બીજી તરફ, વિદ્યાર્થીઓની વધતી સંખ્યાને જોતા જિલ્લા વહીવટી તંત્રને પહેલા ખાનગી બસ ઓપરેટરોને બસ મોકલવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં તેઓએ ના પાડી દીધી હતી. જેથી રાજસ્થાન રોડવેઝની બસોને એલર્ટ મોડ પર મૂકી દીધી હતી. આ દરમિયાન રાજસ્થાન રોડવેઝની બસોને યુપી મોકલવામાં આવી છે. આ બસોમાં આશરે 2500 વિદ્યાર્થીઓનો જ સમાવેશ થઈ શક્યો હતો. આવી સ્થિતિમાં 9000 વિદ્યાર્થીઓ તેમના ઘરે પરત ફર્યા છે, પરંતુ હજી પણ અહીં 1500 જેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યાં છે. જે કારણે ઉત્તરપ્રદેશ સરકારે વધુ 50 બસ મોકલી છે.