નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખ એન્ટોનિયો ગુટેરેસની જમ્મુ-કાશ્મીર અંગે કરવામાં આવેલી ટિપ્પણી બાદ ભારતે રવિવારે કહ્યું કે, આ ક્ષેત્ર ભારતનો અભિન્ન ભાગ છે અને રહેશે. આ ઉપરાંત પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર POK વિસ્તારનો કબ્જો લેવામાં આવ્યો છે, તે અંગે સમાધાન કરવાની જરૂર છે.
ભારતે મધ્યસ્થાની રજૂઆત ફગાવી
પાકિસ્તાનના 4 દિવસીય પ્રવાસે પહોંચેલા ગુટેરેસે જમ્મુ-કાશ્મીરને લઇને બંને દેશ વચ્ચે મધ્યસ્થાની રજૂઆત કરી છે. જેમાં વિદેશ મંત્રાયલના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, કાશ્મીર મુદ્દે કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થાની કોઈ ભૂમિકા નથી.
શું કહ્યું હતું એન્ટોનિયો ગુટેરેસે?
ભારતની આ ટિપ્પણી સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ ગુટેરેસેની એ ટિપ્પણી બાદ આવી છે. જેમાં એન્ટોનિયોએ જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. પાકિસ્તાનના પ્રવાસે ગયેલા એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે, બંને દેશની સહમતી પર તેઓ મધ્યસ્થી કરવા માટે તૈયાર છે.
જમ્મુ-કાશ્મીર દેશનો અભિન્ન ભાગ
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, ભારતની સ્થિતિ બદલી નથી. જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને રહેશે. પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર કબ્જો લીધેલા POK વિસ્તારમાં મધ્યસ્થાની જરૂર છે. જેની આગળ કોઈ મુદ્દો હશે તો તેમાં દ્વિપક્ષીય ચર્ચા થશે. ત્રીજા પક્ષની મધ્યસ્થાની જરૂર નથી.