ઉન્નાવ દુષ્કર્મ પીડિતાની સાથે થયેલ અકસ્માત મામલે CBIની ટીમ ઘટના સ્થળ પર પહોચી તપાસ શરુ કરી છે. માર્ગ અકસ્માત બાદ CBIએ UP પોલીસને દુષ્કર્મ પીડિતા અને તેમના પરિવારે સુરક્ષા આપવા જણાવ્યું હતું. જેમાં કોર્ટે રજીસ્ટ્રી પાસે એક અઠવાડિયાની અંદર રિપોર્ટ દાખલ કરવાનું કહ્યું છે.
ઉન્નાવ દુષ્કર્મ કેસ: અકસ્માતના મામલામાં CBIએ ફરિયાદ દાખલ કરી
લખનઉ: ઉન્નાવ દુષ્કર્મની પીડિતાના પરિવાર સાથે રાયબરેલીમાં થયેલ માર્ગ અકસ્માતમાં CBIએ ફરિયાદ દાખલ કરી છે. CBIની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરશે. અક્સમાત બાદ CBI UP પોલીસના સંપર્કમાં રહી દસ્તાવેજો એકઠા કર્યા હતા. CBI ફરિયાદમાં ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગરનું નામ પણ સામેલ છે. બુધવારે પોલીસ બંદોબસ્ત સાથે દુષ્કર્મની પીડિતાના કાકીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
Unnao rap
હાઈકોર્ટે ઉન્નાવ દુષ્કર્મ પીડિતાની કાકીના અંતિમ સંસ્કાર માટે પીડિતાના કાકાને 12 કલાકની પૈરોલ આપી છે. પોલીસ રાયબરેલી જેલમાંથી તેમના કાકાને લઈ શુક્લાગંજાના ગંગાધાટ પર પહોચશે. અંતિમ સંસ્કાર બાદ પીડિતાના કાકાને રાયબરેલી જેલમાં મોકલવામાં આવશે. જીલ્લા અધિકારી દેવેન્દ્ર કુમાર પાંડે જણાવ્યુ કે, દુષ્કર્મ પીડિતાના કાકાને હાઈકોર્ટે એક દિવસના પેરોલની મંજૂરી મળી છે.
Last Updated : Jul 31, 2019, 2:31 PM IST