ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી મહાત્મા ગાંધી સેતુના પશ્ચિમી લેનનું ઉદ્ઘાટન કરશે

ઉત્તર અને દક્ષિણ બિહારની જીવાદોરી ગણાતા મહાત્મા ગાંધી સેતુની પશ્ચિમી લેનના નવીનીકરણનું કામ પૂર્ણ થઈ ગયું છે. વરસાદ બાદ પૂર્વીય લેનના નવીનીકરણનું કામ શરૂ કરવામાં આવશે. કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન અને બિહારના સીએમ નીતીશ કુમાર આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેનું ઉદ્ઘાટન કરશે.

minister nitin gadkari
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી

By

Published : Jul 31, 2020, 8:53 AM IST

બિહાર : મહાત્મા ગાંધી સેતુના પશ્વિમ માર્ગના નવીનીકરણનું કામ પૂર્ણ થઇ ગયું છે. આ પુલનું ઉદ્ઘાટન રાજધાની પટણાના સીએમ નીતીશ કુમાર અને દિલ્હીથી કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નિતિન ગડકરી દ્વારા આજે બપોરે 12 વાગ્યે કરવામાં આવશે. લોકડાઉનના કારણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પશ્વિમી લેનનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

મહાત્મા ગાંધી સેતુની પશ્ચિમી લેન શરૂ કરવાની તારીખ અત્યાર સુધીમાં 6 વખત નિષ્ફળ થઇ ગઇ છે. જોકે, હવે પશ્ચિમી લેન શરૂ થતાં લોકોને મોટી રાહત મળશે. પટનામાં ગંગા નદી પર મહાત્મા ગાંધી સેતુની પશ્ચિમી લેન પર વાહનોનું સંચાલન તેના ઉદ્ઘાટન સાથે શરૂ થશે.

પૂર્વીય લેનમાં પણ સ્ટીલના સુપર સ્ટ્રક્ચરનો ઉપયોગ થશે.

વરસાદ બાદ પૂર્વીય લેનના નવીનીકરણનું કામ શરૂ કરવામાં આવશે. જેમાં સુપર સ્ટ્રક્ચરને દૂર કરીને સ્ટીલ સ્ટ્રક્ચર પણ બદલવામાં આવશે. હાલમાં પૂર્વ લેન પર ટ્રાફિકની મંજૂરી છે. પરંતુ મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે. મહાત્મા ગાંધી સેતુની પશ્ચિમી લેનનું પશ્ચિમી સુપરસ્ટ્રક્ચર સિમેન્ટનું હતું. તેને દૂર કરીને સ્ટીલનું સુપરસ્ટ્રક્ચર લગાવવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details