નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમણે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. હાલ તેઓ થોડા દિવસો માટે હોમ આઈસોલેશનમાં રહેશે. ગત 2 ઓગસ્ટના રોજ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ગૃહપ્રધાન અમિત શાહને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનામાં કોરોનાના હળવા લક્ષણો જણાયા હતા.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ થયા સ્વસ્થ, કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ - Amit Shah corona report
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના ટેસ્ટ રિપોર્ટ આવી ગયો છે. 2 ઓગસ્ટના રોજ તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ ગૃહપ્રધાન અમિત શાહને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અમિત શાહ
તેમણે ટ્વિટ કરીને કહ્યું કે 'આજે મારો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. "હું ભગવાનનો આભાર માનું છું અને આ ક્ષણે હું તે બધા લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું જેમણે મને સારી શુભેચ્છા પાઠવીને મને અને મારા પરિવારને આશીર્વાદ આપ્યા છે. ડોકટરોની સલાહ પર વધુ થોડા દિવસ હોમ આઈસોલેશનમાં રહીશ."
બીજા એક ટ્વિટમાં તેમણે કહ્યું, 'હું મેદાંતા હોસ્પિટલના તમામ ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફનો પણ આભાર માનું છું જેમણે કોરોના સામે લડવામાં મારી મદદ કરી અને જેઓ મારી સારવાર કરી રહ્યા છે.'