ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ધારાવીમાં નિર્માણાધીન બિલ્ડીંગ ધરાશાયી, 1નું મોત, 3 ઇજાગ્રસ્ત - ધરાશાયી

મુંબઇ: મુંબઇમાં આવેલા ધારાવી વિસ્તારમાં PMGP કોલોનીમાં રવિવારની રાતે નિર્માણાધીન બિલ્ડીંગ ધરાશાયી થતા 1નું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય 3ને ગંભીર ઇજાઓ પહોંચી છે.

સ્પોટ ફોટો

By

Published : Apr 15, 2019, 8:22 AM IST

આ અકસ્માત પાછળ બિલ્ડીંગના કોન્ટ્રાક્ટરની બેદરકારી થયા હોવાનું લોકો આક્ષેપો કરી રહ્યાં છે.

બિલ્ડીંગ ધરાશાયી થવાના પગલે ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સ્પોટ ફોટો

તો આ અકસ્માત અંગે સ્થાનિક નૈમ કુરેશીએ જણાવ્યું હતું કે, નિર્માણાધીન બિલ્ડીંગ પરથી પાઇપ નીચે પડવાને કારણે એક ઓટો ડ્રાઇવરનું મોત નિપજ્યું છે, તો આ અકસ્માતમાં એક બાઇક સવારને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને અમે હૉસ્પિટલ લઇ જવામાં આવ્યો છે. આ અકસ્માત રાતના 10.30ની આસપાસ થયો હતો.

સ્પોટ ફોટો

આ ઘટનાને પગલે પોલીસ વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી.

ABOUT THE AUTHOR

...view details