હાઇકોર્ટે અરજદાર પાસેના લાઈટ મોટર વ્હીકલ ડ્રાઇવિંગ લાઇસન્સ પણ પાછા ખેંચી લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.અરજદાર દિપક સિંહે ટ્રાન્સપોર્ટ વ્હીકલ લાઇસન્સ મેળવવા રાજસ્થાન હાઇકોર્ટના હસ્તક્ષેપ માટે અરજી દાખલ કરી હતી. પરંતુ કોર્ટે સુનાવણી દરમિયાન અરજદાર અભણ હોવા છતાં ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવ્યું હોવાની વાત પર ઘ્યાન આપતા અરજદારે 13 વર્ષથી મેળવેલા લાઈટ મોટર વ્હીકલના લાઇસન્સને પણ પાછા ખેંચી લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
હાઇકોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે વાહન વ્યવહારના નિયમ માત્ર લાઇસન્સ મેળવનાર વ્યક્તિની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નહિ.પરંતુ રોડ પર અન્ય લોકોની સુરક્ષા - સલામતીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે. અભણ વ્યક્તિ વાંચી કે લખી શકતા નથી અને પરિણામે સિગ્નલ , સાઈન બોર્ડ કે નોટિસ સમજી શકતા નથી જેથી રાહદારીઓ માટે જોખમી બને છે.
રાજસ્થાનમાં અભણ વ્યક્તિઓના ડ્રાઇવિંગ લાઇસન્સ પાછા ખેંચાશે
જયપુર: હાઇકોર્ટે મહત્વના ચુકાદામાં નોંધ્યું હતું કે અભણ વ્યક્તિ જાહેર રોડ કે હાઈ-વે પર ટ્રાફિક સિગ્નલ, નિયમ કે બોર્ડ સમજી શકતો નથી અને પરિણામે પદયાત્રીઓ માટે જોખમી બને છે. આથી આવા અભણ વ્યક્તિઓને કોઈપણ વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઈસન્સ આપી શકાય નહિ.
રાજસ્થાનમાં અભણ વ્યક્તિઓના ડ્રાઇવિંગ લાઇસન્સ પાછા ખેંચાશે
રાજસ્થાન હાઇકોર્ટે અરજદાર સહિત તમામ અભણ વ્યક્તિઓના ડ્રાઇવિંગ લાઇસન્સ પાછા ખેંચી લેવાનો રાજ્યના પરિવહન વિભાગને આદેશ કર્યો હતો.કોર્ટે આ અંગે રાજસ્થાન પરિવહન દ્વારા શું પગલા લેવાયા છે તેનો રિપોર્ટ પણ રજૂ કરવાનો આદેશ કર્યો હતો.આ મામલે વધુ સુનાવણી 5મી જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે