ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉજ્જૈન: વિકાસ દુબેના એન્કાઉન્ટર બાદ કોંગ્રેસ નેતાએ ​​મહાકાલેશ્વર મંદિરના પ્રવેશદ્વારને ગંગા જળથી સ્વચ્છ કર્યું

વિકાસ દુબેના એન્કાઉન્ટર બાદ મધ્યપ્રદેશમાં મહાકાલ મંદિરને લઇને રાજકારણ શરૂ થયું છે. મધ્ય પ્રદેશના પૂર્વ પ્રધાન અને કોંગ્રેસ નેતા સજ્જનસિંહ વર્મા તેમના સમર્થકો સાથે મહાકાલ મંદિરના પ્રવેશદ્વારે પહોંચ્યા હતા જયાંથી વિકાસ દુબેએ મંદિરમાં પ્રવેશ કર્યો હતો. કોંગ્રેસ નેતાએ બે પંડિતો સાથે પ્રવેશ દ્વાર પર પૂજા-અર્ચના કરી હતી અને મહાકાલ મંદિરના દરવાજાને ગંગા જળથી સ્વચ્છ કર્યું હતું.

ઉજ્જૈન
ઉજ્જૈન

By

Published : Jul 11, 2020, 7:59 PM IST

ઉજ્જૈન: વિકાસ દુબેના એન્કાઉન્ટર બાદ મધ્યપ્રદેશમાં મહાકાલ મંદિરને લઇને રાજકારણ શરૂ થયું છે. મધ્ય પ્રદેશના પૂર્વ પ્રધાન અને કોંગ્રેસ નેતા સજ્જનસિંહ વર્મા તેમના સમર્થકો સાથે મહાકાલ મંદિરના પ્રવેશદ્વારે પહોંચ્યા હતા જયાંથી વિકાસ દુબેએ મંદિરમાં પ્રવેશ કર્યો હતો. કોંગ્રેસ નેતાએ બે પંડિતો સાથે પ્રવેશ દ્વાર પર પૂજા-અર્ચના કરી હતી અને મહાકાલ મંદિરના દરવાજાને ગંગા જળથી સ્વચ્છ કર્યું હતું.

કોંગ્રેસ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ પ્રધાન સજ્જન સિંહ વર્માએ મધ્યપ્રદેશની શિવરાજ સરકાર અને ઉત્તરપ્રદેશની યોગી સરકાર પર મિલીભગતનો આક્ષેપ કરવાની સાથે બન્ને રાજ્યોની સરકારને ગુનેગારોની રક્ષક ગણાવી હતી.

ABOUT THE AUTHOR

...view details