ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાકિસ્તાનમાં જન્મ લેનારી પુત્રીઓને 12 વર્ષ પછી મળી ભારતીય નાગરિકતા - indian citizenship

વારાણસીઃ વારાણસી લોકસભા ચૂંટણી પહેલા નયા પાન દરીબાના રહેવાસી નસીમના પરિવારમાં લોકતંત્રના મહાપર્વમાં સામેલ થવાની ખુશીનો અવસર આવ્યો છે. આ અવસર અન્ય કોઈ નહીં પણ ખુદ વડાપ્રધાન અને વારાણસીના સાંસદ નરેન્દ્ર મોદીના કારણે આવ્યો છે. નસીમની બે દિકરીઓ નીલા અને માહેરું પાકિસ્તાનના કરાંચીમાં જન્મી છે. તેમને ભારતની નાગરિકતા મળી નહોતી. 12 વર્ષ પછી ભારતની નાગરિકતા મળતા આ વખતે લોકતંત્રના મહાપર્વનો તેઓ ભાગ બનનાર છે.

pak

By

Published : May 15, 2019, 12:39 PM IST

સંપૂર્ણ વાત એમ છે કે, પાન દરીબાના રહેવાસી નસીમના લગ્ન પાકિસ્તાનના કરાંચીમાં રહેતા શાહીન સાથે વર્ષ 1989માં થયા હતા. તેઓને 1992માં મોટી દિકરી નિદા અને 1995માં નાની દિકરી માહેરુ કરાંચી ખાતે જ જન્મી હતી. માતા શાહીનને 2007માં ભારતીય નાગરિકતા મળી હતી.

પાકિસ્તાનમાં જન્મ લેનારી દિકરીઓને 12 વર્ષ પછી ભારતીય નાગરિકતા મળતા પરિવારજનોમાં ખુશીની લહેર

પિતા નસીમે જણાવ્યું કે, 1995 પછી પત્ની વારાણસી ખાતે સ્થાયી થઈ ગઈ હતી. ઘણાં વર્ષો બાદ પત્નીને 2007માં ભારતની નાગરિકતા મળી હતી. ત્યારે મને લાગ્યું હતું કે,0 હું ભારતીય છું તો પત્નીને થોડી ફોર્માલીટી પછી નાગરિકતા મળી જ જશે. પરંતુ તેને 2007ના વર્ષમાં નાગરિકતા મળી. આ જ વર્ષે તેઓએ બંને દિકરીઓની ભારતીય નાગરિકતા માટે અરજી કરી હતી. પરંતુ કોઈક કારણોસર લખનઉ અને દિલ્હીથી ફોર્મ રદ્દ થઈ જતા હતા.

વર્ષ 2017માં બંને દિકરીઓ વડાપ્રધાન મોદીના રવિંદ્રપુરી જનસંપર્ક કાર્યાલય પહોંચી હતી અને તમામ ફોર્માલીટી અને ફાઈલો ત્યાં જમા કરાવ્યા. અહીં કાર્યાલય દ્વારા એબેસી અને ગૃહ વિભાગનો સંપર્ક કર્યો હતો. 12 વર્ષ બાદ બંને દિકરીઓને 23 માર્ચ 2019ના રોજ આ જનસંપર્ક કાર્યાલયના કારણે બે વર્ષની અંદર ભારતીય નાગરિકતા મળી ગઈ. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બંને દિકરીઓને બોલાવીને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. જેના કારણે મતદારયાદીમાં બંને દિકરીઓના નામનો સમાવેશ થઈ ગયો છે. બંને દિકરીઓ આ વર્ષે મત આપી શકે એમ હોવાથી હું વડાપ્રધાન મોદી અને તેમના કાર્યલયનો દિલથી આભાર વ્યક્ત કરું છું.

દિકરીની માં શાહીને પણ વડાપ્રધાન પ્રત્યે આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, અલ્લાહની દુઆ છે અને વડાપ્રધાન મોદીને દિલથી આભાર વ્યક્ત કરું છુ.અમે 2007થી અત્યાર સુધી 12 વર્ષ સુધી ભટક્યા છે. એટલે હું તેમનો આભાર માનું છુ કે, તેમના કારણે અમારી દિકરીઓ માટેનું આટલું મોટુ કામ થઈ ગયું. તેમને આટલી વહેલી ભારતીય નાગરિકતા મળી ગઈ.

મોટી દિકરી નિદાએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાનો પ્રેમ છે. અમે તેઓનો દિલથી આભાર વ્યક્ત કરીએ છે. અમારૂ કામ થયું છે અને તે તેમના કારણે થયું છે. તેના કારણે અમે તેમના આભારી છીએ. અમને ત્યાં ગયા બાદ જાણવા મળ્યું કે ત્યાંના લોકો સારા છે. ત્યાં ક્યાંય હિન્દુ-મુસ્લમાન નથી. અમારી આ નાગરિકતાનું કારણે એકવાર ફરી ભારત-પાકિસ્તાનના સંબંધ સુધરશે. કારણ કે અમને નાગરિકતા મળવાના કારણે નનિહાલના લોકો પણ ખુશ છે, હવે અમે પાકિસ્તાન પણ જઈ શકીશું અને ભારતમાં મત પણ આપી શકીશું.

ABOUT THE AUTHOR

...view details