અમેરિકી વિદેશ મંત્રાલય માઈક પોમ્પિઓએ એક ટુંકા નિવેદનમાં જણાવ્યું છે કે, તંત્ર તરફથી આ વાતનો કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કેમ શા માટે આવો નિર્ણય લેવામાં આવ્યો.
તેમણે આ અંગે જણાવ્યું હતું કે, હોદા મુથાના અમેરિકી નાગરીક નથી તેથી તેને અમેરિકામાં દાખલ થવા દેવામાં આવશે નહી. તેની પાસે કોઈ કાનુની આધાર, કાયદેસરનો પાસપોર્ટ કે વીઝા નથી.
તો સામે બાજુ આ મહિલાના વકિલ હસન શિબલે દલીલ કરી હતી કે, મુથાના અમેરિકામાં જન્મી છે તથા 2014માં તે ઈસ્લામિક સ્ટેટમાં સામેલ થઈ છે તથા તેની પાસે કાયદેસરનો પાસપોર્ટ પણ છે.
વકિલ હસન શિબલે કહ્યું હતું કે, હુદાએ આંતકવાદી સંગઠન છોડી દીધું છે અને તે હવે પોતાના 18 મહિનાના પોતાના દિકરા દેખરેખ માટે કાયદાકીય અડચણોની પરવાહ કર્યા વગર ઘરે પરત ફરવા માંગે છે. મુથાના અને તેનો દિકરો હાલ આતંક છોડીને અન્ય બે લોકોની સાથે સીરીયામાં એક શરણાર્થી શિબિરમાં રોકાયેલા છે.
આ અગાઉ બુધવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ટ્વીટ કરી કહ્યું હતું કે," મેં વિદેશ મંત્રીને આદેશ આપ્યો છે કે, તેઓ સંપૂર્ણપણે એ વાત સાથે સહમત છે કે, હુદાને ફરી વાર દેશમાં પ્રવેશ આપવામાં આવે નહી."