TRSએ ગત ડિસેમ્બરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 119માંથી 88 સીટ જીતી હતી. જ્યારે કોંગ્રેસ 19 અને AIMIMએ સાત જ્યારે TDP અને ભાજપે એક એક સીટ જીતી હતી. એક અપક્ષ ધારાસભ્ય ફોરવર્ડ બ્લોકમાંથી જીતીને આવ્યા હતાં. આ બંને આગળ જતાં TRSમાં સામેલ થઈ ગયા હતાં. ત્યાર બાદ માર્ચની શરૂઆતમાં કોંગ્રેસ પાર્ટી છોડવાનો સિલસિલો ચાલું થઈ ગયો હતો અને ગત્ અઠવાડિયામાં પાર્ટીના 12માં ધારાસભ્યએ પાર્ટી છોડી દીધી છે. આ 12 ધારાસભ્યોને TRSના અધ્યક્ષે પાર્ટીમાં સામેલ થવાની મંજૂરી આપી દીધી છે. જે સાથે જ સદનમાં TRSના સદસ્યની સંખ્યા 103 થઈ ગઈ છે.
કોંગ્રેસ ધારાસભ્યોની સંખ્યા 6 સુધી મર્યાદિત રહ્યા બાદ AIMIMએ જણાવ્યું હતું કે, તેઓ વિરોધ પક્ષના નેતા પદ માટે દાવો કરશે, કારણ કે તેમની પાસે સાત ધારાસભ્યો છે. તેથી પ્રશ્ન ઉઠે છે કે, AIMIM ખરેખર વિરોધ પક્ષ છે કે કેમ? TRS અને AIMIM પાર્ટી બંને એકબીજાને મિત્ર ગણાવતા આવ્યા છે અને તેમણે વિધાનસભા અને લોકસભા ચૂંટણી બંનેમાં પરસ્પર સંમતિથી ચૂંટણી લડી હતી.