ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના મહામારીને ધ્યાનમાં રાખી દેશમાં ક્લિનિકલ ટ્રાયલ માટેની તૈયારી શરૂ

દેશમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી ભારત બાયોટેકે કોરોનાની રસી 15 ઓગસ્ટ સુધીમાં લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. ICMRએ સ્વદેશી કોવિડ-19 રસીની ક્લિનિકલ ટ્રાયલ કરવા માટે 12 સંસ્થાઓની પસંદગી કરી છે.

ETV BHARAT
કોરોના મહામારીને ધ્યાનમાં રાખી દેશમાં ક્લિનિકલ ટ્રાયલ માટેની તૈયારી શરૂ

By

Published : Jul 8, 2020, 12:34 AM IST

નવી દિલ્હીઃ ઈન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ (ICMR)એ દેશની પ્રથમ સ્વદેશી કોવિડ-19 રસીના ક્લિનિકલ ટ્રાયલ માટે 12 સંસ્થાઓની પસંદગી કરી છે. જેથી હૈદરાબાદની નિમ્સ હોસ્પિટલના ડૉકટરો સેમ્પલો એકત્રિત કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ પસંદગી પામેલી સંસ્થાઓ દ્વારા ટ્રાયલની તૈયારી શરૂ કરવામાં આવી છે. જો કે, રસી વિકસિત કરવા માટે12 માંથી માત્ર 5 ક્લિનિકલ સાઇટ્સોને જ નૈતિક સમિતિઓ દ્વારા ટ્રાયલની પરવાનગી આપવામાં આવી છે.

સંબંધિત નૈતિક સમિતિઓ દ્વારા હજૂ પણ વધુ 7 ક્લિનિકલ સાઇટ્સને પરવાનગી આપવાની બાકી છે.

ઉલ્લેખનીય છે કે, ભારત બાયોટેકે એન્ટિ-કોરોના રસી 'કોવેક્સીન'ની માનવ ટ્રાયલ માટે નોંધણી શરૂ કરી દીધી છે. આ નોંધણી મંગળવારથી હૈદરાબાદની નિઝામ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (NIMS)માં શરૂ કરવામાં આવી છે. જેથી ટ્રાયલ માટે સહમતિ દર્શાવનારા લોકો પાસેથી NIMS હોસ્પિટલના ડૉક્ટરો નમૂના એકત્ર કરી રહ્યા છે.

આ સંસ્થાઓની પસંદગી કરવામાં આવી

ક્લિનિકલ ટ્રાયલ માટે પસંદ થયેલી અન્ય સંસ્થાનોમાં ઓડિશાના IMS એન્ડ SUM હોસ્પિટલ ઉપરાંત, વિશાખાપટ્ટનમ, રોહતક, નવી દિલ્હી, પટણા, બેલગામ (કર્ણાટક), નાગપુર, ગોરખપુર, કટ્ટનકુલાટુર (તામિલનાડુ), હૈદરાબાદ, આર્ય નગર, કાનપુર (ઉત્તરપ્રદેશ), અમદાવાદ અને ગોવામાં સ્થિત છે.

ભુવનેશ્વર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયનસ એન્ડ SUM હોસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું કે, ભારતની પ્રથમ કોરોના વાઇરસ રસીના માનવ ટ્રાયલ માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયનસ અને SUM હોસ્પિટલની પસંદગી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ 3 જુલાઈએ દેશની પ્રથમ એન્ટિ કોરોના રસી- કોવેક્સીન 15 ઓગસ્ટ સુધી આવવાની જાહેરાત કરવામાં આવી હતી.

ક્લિનિકલ ટ્રાયલની તૈયારી

હૈદરાબાદ

કોરોના વાઇરસ (કોવિડ -19)ની સારવાર માટે વિકસિત કરવામાં આવી રહેલી રસી માટે માનવ ટ્રાયલ શરૂ થઇ રહ્યું છે. આ માટે હૈદરાબાદમાંથી NIMS હોસ્પિટલના ડૉક્ટરો સેમ્પલ કલેક્ટ કરી રહ્યા છે. કંપની દ્વારા રસીના ટ્રાયલ માટે રોહતકની પંડિત બીડી શર્મા હેલ્થ એન્ડ સાયન્સ યુનિવર્સિટીની પસંદગી કરવામાં આવી છે.

રોહતકથી હૈદરાબાદ મોકલવામાં આવેલા વૉલન્ટિયરની યાદી

2 જુલાઈથી વિશ્વવિદ્યાલયને રસીના ટ્રાયલ માટે મંજૂરી મળી હતી. જે બાદ વિશ્વવિદ્યાલયના કમ્યુનિટી મેડિસિન વિભાગના ડૉકટરોએ રસીના ટ્રાયલની પ્રક્રિયા શરૂ કરી હતી. જેના પ્રથમ તબક્કામાં રસીના ટ્રાયલ માટે વૉલન્ટિયર તૈયાર કરવામાં આવ્યા છે. આ તમામ વૉલન્ટિયરની યાદી હૈદરાબાદ મોકલવામાં આવી છે.

વિશ્વવિદ્યાલયને રસી મળતાની સાથે ચરણબદ્ધ રીતે ટ્રાયલની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. ટ્રાયલ માટે બનાવવામાં આવેલી ડૉક્ટર્સની ટીમનું નૈતૃત્વ કરનારી કમ્યુનિટિ મેડિસિન વિભાગની ડૉક્ટર સવિતા વર્માએ માહિતી આપતા જણાવ્યું કે, તે અને તેમના સહભાગી આ કામગીરીમાં ગંભીરતાથી જોડાયા છે અને એક-એક પગલું સમજી વિચારીને આગળ વધી રહ્યા છે.

પટના

કોરોના સંક્રમણના કારણે દેશની બદલાયેલી પરિસ્થિતિ વચ્ચે એક સુખદ સમાચાર આવી રહ્યા છે. પટનાના એઈમ્સમાં કોરોના રસીનું ટ્રાયલ મંગળવારથી શરૂ થશે. જો કે, આ માટે કેટલા દર્દીઓ અને કયા પ્રકારનાં દર્દીઓ નોંધાયા છે, તે અંગે એઈમ્સના પ્રશાસને ખુલાસો કર્યો નથી.

CMRએ પટના સહિત સમગ્ર દેશના 13 વિશિષ્ટ હોસ્પિટલો અને ડૉક્ટરોની કોરોના રસીના ટ્રાયલ માટે પસંદરી કરી છે. આ તમામ પસંદગી પામેલી સંસ્થાઓને 7 જુલાઇ સુધીમાં જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ 15 ઓગસ્ટ અગાઉ રસીનું માનવ ટ્રાયલ પૂર્ણ થઇ શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે, જો ટ્રાયલ દરેક તબક્કામાં સફળ રહેશે, તો 15 ઓગસ્ટ સુધી કોરોનાની રસી બજારમાં આવી જશે.

ગુજરાત

અમદાવાદની એક કંપની ZYDUS CADILAને ક્લીનિકલ ટ્રાયલની પરવાનગી મળી છે.

હાલના સમયે ક્લિનિકલ ટ્રાયલ માટે 12 સ્થળની ઓળખ કરવામાં આવી છે અને ICMRએ તબીબી સંસ્થાઓ અને પ્રમુખ તપાસકર્તાઓને 7 જુલાઇ પહેલાં વિષયની નોંધણી શરૂ કરવા માટે કહ્યું છે.

ભારતની પ્રથમ સ્વદેશી સંભવિત કોવિડ-19 રસી 'કોવેક્સીન'ને DCGIએ માનવ પરીક્ષણ માટે તાજેતરમાં મંજૂરી આપી છે.

'કોવેક્સીન'ને હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને NIVના સહયોગથી બનાવી છે.

ICMRએ ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ સાથે મળીને સ્વદેશી કોવિડ-19 રસી (બીબીવી 152 કોવિડ વેક્સીન) તૈયાર કરી છે.

ABOUT THE AUTHOR

...view details