ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉન્નાવ રેપ કેસઃ AIIMSમાં કામચલાઉ કોર્ટમાં પીડિતાનું નિવેદન લેવાશે - ઉન્નાવ દુષ્કર્મ કેસ

નવી દિલ્હીઃ ઉન્નાવ દુષ્કર્મ કેસની સુનાવણી કરી રહેલા જજે બુધવારના રોજ પીડિતાનું સ્ટેટમેન્ટ એમ્સ જઇને નોંધશે. જજે દિલ્હી હાઇકોર્ટ પાસે રજા માંગી હતી કે પીડિતાનું સ્ટેટમેન્ટ લેવા તેમને એમ્સમાં જવાની પરમીશન આપવામાં આવે અને ત્યાં કામચલાઉ રૂપે કોર્ટનું નિર્માણ કરવામાં આવે.

ઉન્નાવ રેપ કેસઃ AIIMSમાં કામચલાઉ કોર્ટમાં પીડિતાનું નિવેદન લેવાશે

By

Published : Sep 11, 2019, 2:18 PM IST

સુપ્રીમ કોર્ટએ સવાલ પુછ્યો હતો
2 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે ઉન્નાવ દુષ્કર્મની ઘટનામાં સુનાવણી કરી રહેલી દિલ્હીની તીસ હજારી કોર્ટેએ પુછ્યું હતુ કે, આ મામલાની સુનાવણી કરવામાં કેટલો સમય લાગશે ? આ મામલામાં એક આરોપી શશિ સિહે કોર્ટને જણાવ્યું કે, આ કેસથી જોડાયેલ દુર્ધટનામાં સીબીઆઇ તરફથી આરોપ પત્ર રજૂ કરવામાં આવ્યું નથી.

6 સપ્ટેમ્બરના રોજ જજ ધર્મેશ શર્માએ સુપ્રીમ કોર્ટ પાસેથી ટ્રાયલ પૂર્ણ કરવા માટે વધારાના 45 દિવસના સમયની માગણી કરી છે. સુપ્રીમ કોર્ટે આ બાબતની પરવાનગી આપતા કહ્યું કે, આગળ પણ સમયસીમા વધારવાની જરૂરત જણાય તેઓ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details