ગુજરાત

gujarat

ETV Bharat / bharat

​​​​​​​મહારાષ્ટ્રમાં પાટા પરથી ઉતરી માલગાડી, ભારે વરસાદથી ઘણી ટ્રેનો મોડી

મુંબઈઃ ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રમાં એક રેલ અકસ્માત થયો છે. ડાઉન લાઈન પર જંબુંગ અને ઠાકુરવાડીની વચ્ચે એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. આ માલગાડી CRPO મધ્ય રેલવેની છે.

By

Published : Jul 1, 2019, 11:46 AM IST

http://10.10.50.85:6060///finalout4/gujarat-nle/finalout/01-July-2019/3710696_ttt.mp4

માલગાડીના અમુક ડબ્બા પુરી રીતે પાટા પરથી પલટી ગયા હતા. હાલ સુધી જાનહાનિની કોઈ ખબર મળેલ નથી. મધ્ય રેલવે દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, પાટા પરથી ઉતરવાને કારણે લોકલ ટ્રેનો પર પ્રભાવ નહીં પડે. ભારે વરસાદને કારણે તેને થોડો સમય મોડી કરવામાં આવી શકે છે.

મુંબઈથી પુણે માટે રવાના થનારી ઈન્ટર સિટી ટ્રેનોનો સોમવારે સવારથી રદ કરવામાં આવી છે. પુણેથી મુંબઈ માટે લાંબા અંતરની ટ્રેનોને ઈગતપુરૂના માર્ગ પર ડાયવર્ડ કરવામાં આવશે. મુંબઈ ડિવીજનના પાલઘર વિસ્તારમાં રાત્રી દરમિયાન 361 મિમી વરસાદ થયો છે.

મહારાષ્ટ્રમાં પાટા પરથી ઉતરી માલગાડી

સવારે 4:00 કલાકથી સાંજના 5:00 કલાક વચ્ચે 100 મિમી લગાતાર વરસાદ વરસ્યો છે. મુંબઈ-અહમદાબાદ શતાબ્દી એક્સપ્રેસ સહિત અમુક ટ્રેનોની સુરક્ષાની દૃષ્ટિથી વિનિયમન કરવામાં આવેલ છે. પશ્વિમ રેલવેને પણ સૂચના જાહેર કરી છે. મુંબઈ ડિવીજનમાં પાલઘરમાં 4:30 કલાકથી પાટાઓ પર પાણીની માત્ર વધુ હોવાથી ટ્રેનોમે નિયંત્રિત કરવામાં આવેલ છે. પશ્વિમ રેલવેના વરિષ્ઠ અધિકારી સ્થિતિને નિયંત્રિત કરી રહ્યા છે અને સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details