કર્ણાટક: ઉડુપી હાઈવે પર મોટો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 26 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 10ની હાલત ગંભીર છે.
કર્ણાટકમાં બસ અકસ્માતઃ 9 લોકોનાં મોત, 26 લોકો ઈજાગ્રસ્ત
કર્ણાટકના ઉડુપી હાઈવે પર સ્લીપર બસ પથ્થર સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 26 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી 10ની હાલત ગંભીર છે.
ઉડુપી હાઈવે પર એક ખાનગી સ્લીપર બસ શનિવાર મોડી રાત્રે પથ્થર સાથે અથડાઇ હતી. જેના કારણે અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા એમ્બ્યુલન્સ તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, પોલીસ પહોંચે પહેલા સ્થાનિકોએ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે, આ બસમાં મૈસુરની એક ખાનગી કંપનીના કર્મચારીઓ હતા. કર્મચારીઓ ટુર પર નિકળ્યા હતા. આ દરમિયાન તેમને માર્ગ અકસ્માત નડ્યો હતો. પોલીસે ડ્રાઈવરની ભુલના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું જણાવ્યું હતું. પોલીસ આગળની તપાસ હાથ ઘરી છે.