લંડન: ઇંગ્લિશ પ્રીમિયર લીગ EPL ક્લબ ટોટેનહમ હોટસ્પુરના સભ્યનો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ગુરુવારે ક્લબ દ્વારા આ વિશે માહિતી આપવામાં આવી હતી.
ટોટેનહમ હોટસ્પરે એક નિવેદનમાં કહ્યું, "અમે પ્રીમિયર લીગને જણાવ્યું છે કે, અમારા તાજેતરના કોવિડ-19 ટેસ્ટમાં અમારા તાલીમ કેન્દ્રમાં એક કેસ પોઝિટિવ મળ્યો છે. ડોક્ટરોના નિયમો અનુસાર અમે તેમનું નામ જાહેર કરીશું નહીં.
ક્લબે કહ્યું હતું કે, પ્રેક્ટિસ માટે મેદાન પર પાછા ફરતા પહેલા હવે તે વ્યક્તિ સાત દિવસ આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવશે.
અગાઉ પ્રીમિયર લીગમાં ચોથા રાઉન્ડનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ 3882 સેંમ્પલ ક્લબોએ જણાવ્યું કે, તેઓ હવે પ્રેક્ટિસ માટે મેદાનમાં પાછા ફરતા પહેલા સાત દિવસ માટે તેમને આઇસોલેશનમાં રાખવામાં આવશે.
અગાઉ પ્રીમિયર લીગમાં ચોથા રાઉન્ડમાં ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં લગભગ 3882 સેંમ્પસ લેવામાં આવ્યા હતા અને તેમાંથી 12 નેગેટિવ જોવા મળ્યા હતા. પ્રીમિયર લીગની શરૂઆત આ મહિનામાં 17 જૂનથી થવાની છે.
આ ઉપરાંત યુક્રેનની ફૂટબોલ ટીમમાં ખેલાડીઓ અને સ્ટાફ તરફથી કોરોના વાઇરસના 25 પોઝિટિવ કેસ નોંધાયા છે…
યુક્રેન ફૂટબોલ એસોસિએશને કહ્યું કે, કારપાટી એલવિવ ટીમમાં 65 લોકોની તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ ખેલાડી અથવા સ્ટાફના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
ગયા અઠવાડિયે આ ટીમની પ્રથમ મેચ શંકાસ્પદ કેસોને કારણે રદ કરવામાં આવી હતી અને હવે લીગને વધુ બે મેચ માટે મુલતવી રાખવામાં આવ્યો છે.
ટીમે કહ્યું કે, દરેક વ્યક્તિ જે પોઝિટિવ આવે છે તેેમને અલગ રાખવામાં આવ્યા છે. કારપાટી ખેલાડી ઇગોર નઝારિનાએ કહ્યું કે, તેમને નથી લાગતું કે, ક્લબમાં કોઈને પણ કોવિડ-19ના લક્ષણો હોઇ શકે.