નવી દિલ્હીઃ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ પર વડા પ્રધાન મોદીએ પોખરણ પરમાણુ પરીક્ષણને યાદ કરતાં ભારત રત્ન સ્વ. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વની પ્રશંસા કરી છે. ભારત દ્વારા 11 મે, 1998ના દિવસે સફળતાપૂર્વક પહેલુ પરમાણુ બોમ્બનું પરીક્ષણ કરવાના ઉપલક્ષ્યમાં દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસના રૂપે ઉજવણી કરવામાં આવે છે.
દેશમાં કોરોના વાઈરસ દહેશત મચાવી રહ્યો છે. દિન પ્રતિદિન કોરોના વાઈસનું સંક્રમણ વધી રહ્યું છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે સોમવારે તમામ રાજ્યના મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સિંંગના માધ્યમથી બેઠક કરશે.
દેશમાં કોરોના વાઇરસના કારણે મરનારા લોકોની સંખ્યા 2,206 થઇ છે. જ્યારે સંક્રમિતોની સંખ્યા વધીને 67,152 થઇ છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગ મુજબ ગત24 કલાકમાં 4,213 નવા કેસ સામે આવ્યા છે. જે અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ છે.
દુનિયાભરમાં કોરોના વાઇરસથી ફેલાયેલી મહામારીએ લાખો લોકોના જીવ લીધા છે. ગત્ત વર્ષે ડિસેમ્બર માસમાં સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યા હતો. કોરોના સંક્રમણથી 2.83 લાખથી વધુ લોકોના મોત થયા છે. દુનિયાના 180થી વધુ દેશો અને ક્ષેત્રોમાં 41.80 લાખથી વધુ લોકો આ મહામારીની ઝપેટમાં આવ્યા છે.
દેશભરમાં કોરોના સંક્રમિતોના દર્દીઓના કેસ સામે આવી રહ્યા છે. બીજી તરફ CISFના 64 જવાનો સહિત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળ (CISF)ના 550 જવાનો કોરોના પોઝિટિવ આવ્યા છે.