આર્થિક પેકેજ પર નાણાં પ્રધાન નિર્મલા સિતારમન ગુરુવારે ફરી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરશે. નાણાં પ્રધાન આર્થિક પેકેજના બીજા હપ્તાની માહિતી આપશે.
ભરૂચ: કોરોના વાઇરસને અટકાવવા માટે લોકડાઉન 3.0માં પરપ્રાંતીયો પોતાની ધીરજ ગુમાવી બેઠા છે. જેથી રાજ્ય સરકાર દ્વારા પરપ્રાંતીયોને પોતાના વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ આમ છતાં અમુક પરપ્રાંતીયો હજૂ રાજ્યના વિવિધ ભાગમાં ફસાયા છે. આ મજૂરો વતન જવા માટે ઘણી વખત રસ્તામાં પણ ઉતરી આવ્યા છે. ત્યારે જિલ્લાના દહેજમાં વતન જવા માટે અધીરા બનેલા પરપ્રાંતીયોએ ગુરુવારે સવારે હોબાળો મચાવ્યો છે અને જોલવા ગામ પાસે ચક્કાજામ કરી દીધો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ છે અને પોલીસે પરપ્રાંતીયોને સમજાવવાના પ્રયાસ હાથ ધર્યાં છે.
આગામી 17 તારીખે ત્રીજા તબક્કાનું લોકડાઉન પૂર્ણ થશે અને ચોથા તબક્કાનું નવા નીતિ-નિયમો સાથેનું લોકડાઉન શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં સોમવારથી એસટી બસ શરૂ થઈ શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ મહામારીને લીધે લોકડાઉન લાદવામાં આવ્યું છે અને લોકો જે-તે સ્થળે અટવાયા છે. ત્યારે ભારત સરકાર દ્વારા વંદે ભારત મિશન હેઠળ વિદેશથી પોતાના વતન લોકોને પરત લાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. એવામાં મૂળ મોરબી જિલ્લાના વતની અને ફિલિપાઈન્સમાં રહીને અભ્યાસ કરતા 14 વિદ્યાર્થીઓ પોતાના વતન પરતા ફરતા તેને જોધપર ગામે આવેલી આદર્શ નિવાસી શાળામાં ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશન FLO અમદાવાદ ચેપ્ટર દ્વારા આજે ગુરુવારે પ્રમુખ હરજીન્દર કૌર તલવારની અધ્યક્ષતામાં પ્રથમ વેબિનાર દરમિયાન સમગ્ર ભારતના 17 ચેપ્ટર માટે આયોજિત 'ચેન્જ ઓફ ગાર્ડ' કાર્યક્રમમાં વર્ષ 2020-21 માટે ઉદ્યોગસાહસિક અને ઉદ્યોગપતિ તરુણા પટેલની ચેરપર્સન પદે નિમણૂક કરાઇ છે.