નવી દિલ્હી : દેશની રાજધાની નવી દિલ્હીમાં કોરોના વાઇરસના કેસોમાં સતત્ત વધારો થઇ રહ્યો છે. મંગળવારે રાજધાની દિલ્હીમાં સામે આવેલા કોરોના કેસએ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. છેલ્લા 24 કલાકમાં રાજધાની દિલ્હીમાં 3947 દર્દીઓ નોંધાયા છે અને 68 લોકોના મોત નીપજ્યા છે. નવા દર્દીઓ નોંધાયા પછી દિલ્હીમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 66,602 થઈ ગઈ છે. રાજધાનીમાં કોરોનાને કારણે અત્યાર સુધી 2301 લોકોના મોત નીપજ્યાં છે.
નોંધનીય છે કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, અમે કોરોના ટેસ્ટમાં ત્રણ ગણાનો વધુ વધારો કર્યો છે. તેમણે કહ્યું કે, કેટલાક લોકોને તેમનો ટેસ્ટ કરાવવામાં મુશ્કેલી આવી રહી હતી, પરંતુ હું સમજું છું કે હવે કોઈ સમસ્યા નહી થાય. સીએમ કેજરીવાલે કહ્યું કે અગાઉ 5010 ટેસ્ટ દરરોજ થતા હતા, હવે દરરોજ 18000 થઈ રહ્યા છે.