ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતીય વાયુ સેનામાં 8 અપાચે લડાકુ હેલિકૉપ્ટરનો સમાવેશ થયો

પઠાણકોટ : AH-64E વિશ્વના સૌથી એડવાન્સ હેલિકૉપ્ટરમાંથી એક છે. અમેરિકી સેના આ હેલિકોર્ટરનો ઉપયોગ કરે છે. આ હેલિકોપ્ટર્સને ભારતીય વાયુ સેના (IAF)માં સામેલ થયા છે. જે માટે એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એયર ચીફ માર્શલ બી.એસ.ધનોઆ ઉપસ્થિત રહ્યા હતાં. આ હેલિકોપ્ટરને પઠાણકોટ એરબેઝ તહેનાત કરવામાં આવ્યાં છે.

file photo

By

Published : Sep 3, 2019, 9:57 AM IST

Updated : Sep 3, 2019, 10:38 AM IST

ભારતીય વાયુસેનાની લડાકુ ક્ષમતા વધારવા માટે 8 અપાચે AH-64E હેલિકોપ્ટર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.. આ અમિરેકા નિર્મિત હેલિકોપ્ટર વિશ્વના સૌથી એડવાન્સ લડાકુ હેલિકોપ્ટર છે. જેને પાકિસ્તાન સરહદે તહેનાત કરવામાં આવશે. અપાચેને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે, તે દુશ્મનની સરહદમાં ઘૂસીને હુમલો કરવા સક્ષમ છે.

કલમ 370ને હટાવ્યા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ઊભા થયેલા તણાવના સમયે અમેરિકા નિર્મિત 8 અપાચે AH-64E ફાઇટર હેલિકોપ્ટરોને પઠાણકોટ એરબેઝમાં IAFમાં સામેલ કરવામાં આવ્યાં છે. ભારતીય વાયુસેનાની ફાઇટર ક્ષમતા વધારવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. અપાચે AH-64E દુનિયાના સૌથી અદ્યતન મલ્ટી-ભૂમિકાવાળા ફાઇટર હેલિકોપ્ટર છે. હાલમાં અમેરિકાની સેના તેનો ઉપયોગ કરી રહી છે.

વાયુસેનામાં અપાચેના 8 હેલિકોપ્ટર્સ સામેલ થવાથી તેની તાકાત વધુ વધી થઈ જશે. પઠાણકોટ એરબેઝમાં વાયુસેના પ્રમુખ એરચીફ માર્શલ બી.એસધનોઆની હાજરીમાં આ હેલિકોપ્ટર વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યાં હતાં. ભારત સરકારે હથિયાર બનાવનારી અમેરિકાની કંપની બોઇંગ સાથે 4168 કરોડ રૂપિયામાં 22 અપાચે હેલિકૉપ્ટર ખરીદવાનો સોદો કર્યો હતો. 2020 સુધી ભારતને તમામ 22 અપાચે હેલિકોપ્ટર મળી જશે.

પઠાણકોટ એરબેઝ પાકિસ્તાનની સરહદથી લગભગ 30 કિલોમીટર દૂર છે. કલમ 370 હટાવ્યા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવના કારણે અપાચેને પઠાણકોટ એરબેઝ પર તહેનાત કરવા રણનીતિનો હિસ્સો માનવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ,અપાચે દુનિયાના મલ્ટી-ભૂમિકાવાળા ફાઇટર હેલિકોપ્ટરો પૈકીનું એક છે. અનેક સંહારક ક્ષમતાઓથી સજ્જ અપાચે AH-64E હેલિકોપ્ટરથી ચીનની સરહદોને પણ કવર કરવી પહેલા કરતાં સરળ થઈ જશે. વિંગ કમાન્ડર અભિનંદન ફરી એકવાર એકલા ઉડાણ ભરશે.

IAFના અધિકારીએ આ બાબતે જણાવતા કહ્યું કે, અપાચે ફાઇટર હેલિકોપ્ટર ભારતીય વાયુસેનામાં સામેલ થવા જઇ રહ્યું છે, જે ભારતની શક્તિમાં વધારો કરશે. ભારત અપાચેને ખરીનારો 14મો દેશ છે.

Last Updated : Sep 3, 2019, 10:38 AM IST

ABOUT THE AUTHOR

...view details