ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સહિત 3 હસ્તીઓ ભારત રત્નથી સન્માનિત

નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને આજે ભારતનો સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુરુવારે પ્રણવ મુખર્જી, સંગીતકાર અને ગાયક ભૂપેન હજારિકા, સામાજિક કાર્યકર નાનાજી દેશમુખને ભારત રત્ન એનાયત કર્યો છે.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી

By

Published : Aug 8, 2019, 1:46 PM IST

Updated : Aug 9, 2019, 7:53 AM IST

પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ 25 જાન્યુઆરીએ ભારત રત્ન એવોર્ડની ઘોષણા કરવામાં આવી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને આજના કાર્યક્રમમાં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી

ભારતના 13માં રાષ્ટ્રપતિ રહેલા પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિ બનતા પહેલા કોંગ્રેસ પાર્ટીના મજબૂત નેતા હતા. તેમને કોંગ્રેસના મુશ્કેલીનુ નિવારણ કરનારા કહેવામાં આવતું હતુ. તેમણે અગાઉ નાણા મંત્રાલય અને અન્ય આર્થિક મંત્રાલયોમાં રાષ્ટ્રીય અને આંતરિક રીતે તેમના નેતૃત્વ પર વિચાર કર્યો છે. મુખરજીને વર્ષ 1997માં સર્વશ્રેષ્ઠ સંસદનો એવોર્ડ પણ મળ્યો હતો.

નાનાજી દેશમુખ

નાનાજી દેશમુખ એક સમાજસેવક તેમજ જનસંઘના સ્થાપકોમાના એક હતા. જ્યારે 1977માં જનતા પાર્ટીની સરકારની રચના થઈ ત્યારે તેમને મોરારજી મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા હતા. પરંતુ, તેઓએ તેને નકારી દીધું હતું. અટલ બિહારી વાજપેયી સરકારે તેમને રાજ્યસભાના સભ્ય તરીકે નિયુક્ત કર્યા હતા અને 1999માં તેમને પદ્મ વિભૂષણ એવોર્ડ પણ આપવામાં આવ્યા હતો.

ભૂપેન હજારિકા

ભૂપેન હજારિકા બહુમુખી વ્યક્તિત્વના સમૃદ્ધ માણસ હતા. તે દેશના સર્વોત્તમ સંગીતકાર અને ગાયક તરીકે જાણીતા છે. તે આસામના રહેવાસી હતા. આ ઉપરાંત તે આસામી ભાષાના કવિ, ફિલ્મ નિર્માતા, લેખક અને આસામની સંસ્કૃતિ અને સંગીતમાં સારી રીતે જાણકાર પણ હતા. તેમને તેમના કામ બદલન 1992માં સિનેમા જગતનો સર્વોચ્ચ એવોર્ડ દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. વર્ષ 2009માં તેમને અસામ રત્ન અને તે જ વર્ષે સંગીત નાટક એકાદમી એવોર્ડ, 2011માં પદ્મ ભૂષણ જેવા અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સન્માનની સ્થાપના...

કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ સેવા અને રમતગમત જેવા વિશિષ્ટ ક્ષેત્રોમાં અસાધારણ અને નોંધપાત્ર દેશની સેવા કરનારાઓને ભારત રત્ન રાષ્ટ્રનો સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવે છે. આ સન્માન 2 જાન્યુઆરી 1954ના રોજ ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદ દ્વારા સ્થાપવામાં આવ્યું હતું. પ્રથમ ભારત રત્ન એવોર્ડ ચક્રવર્તી રાજગોપાલાચારીને એનાયત કરાયો હતો.

Last Updated : Aug 9, 2019, 7:53 AM IST

ABOUT THE AUTHOR

...view details