ન્યૂઝડેસ્ક : કામા આયુર્વેદના ડૉ. શરદ કુલકર્ણીનું કહેવું છે કે, “હાથ ધોવાની આવૃત્તિ વધી ગઇ હોવાથી આ પ્રક્રિયામાં તમારી ત્વચા સુકી પડી જવાની તમને કદાચ ચિંતા હોય. સૌ પ્રથમ નિયમ છેઃ આલ્કોહોલ આધારિત સેનિટાઇઝરનો વધુ પડતો ઉપયોગ અટકાવો. કારણકે તે તમારા હાથ સુષ્ક અને જલહીન કરી શકે છે. તેના બદલે તબીબી માર્ગદર્શિકા મુજબની પદ્ધતિથી તમારા હાથ ધોવા વધુ હિતાવહ છે. તમને જ્યારે પણ એવું લાગે કે તમે ખાંસી, છીંક કે કોઇ અજાણી સામગ્રી કે સપાટીના સંપર્કમાં આવ્યા છો તો તમારે તુરંત જ હાથ ધોઇ લેવા જોઇએ.”
વારંવાર હોથ ધોવા અથવા આલ્કોહોલ આધારિત હેન્ડરબથી હાથને વારંવાર સેનિટાઇઝ કરવા એ ઘાતક કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટેન અને તેનાથી સંક્રમિત થતા બચવાનો એકમાત્ર સર્વોચ્ચ રસ્તો છે.
કામા આયુર્વેદના ડૉ. શરદ કુલકર્ણીનું કહેવું છે કે, “હાથ ધોવાની આવૃત્તિ વધી ગઇ હોવાથી આ પ્રક્રિયામાં તમારી ત્વચા સુકી પડી જવાની તમને કદાચ ચિંતા હોય. સૌ પ્રથમ નિયમ છેઃ આલ્કોહોલ આધારિત સેનિટાઇઝરનો વધુ પડતો ઉપયોગ અટકાવો. કારણકે તે તમારા હાથ સુષ્ક અને જલહીન કરી શકે છે. તેના બદલે તબીબી માર્ગદર્શિકા મુજબની પદ્ધતિથી તમારા હાથ ધોવા વધુ હિતાવહ છે. તમને જ્યારે પણ એવું લાગે કે તમે ખાંસી, છીંક કે કોઇ અજાણી સામગ્રી કે સપાટીના સંપર્કમાં આવ્યા છો તો તમારે તુરંત જ હાથ ધોઇ લેવા જોઇએ.”
તેમણે ઉમેર્યું હતું કે, “જો તમે ઘરની કોઇ એવી વસ્તુ કે જે કદાચ સંક્રમિત થયેલી નથી, તો તેવી વસ્તુને અડ્યા બાદ હળવા અથવા મંદ હેન્ડ વોશનો ઉપયોગ કરો. હાથ ધોયા પછી આલ્કોહોલ વગરના મોઇશ્ચરાઇઝર વડે તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાનું ના ભૂલો.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “નહાવાના 15 મિનિટ પહેલાં તલ કે નાળિયેરનું તેલ હાથ પર લગાવો. તમે રાત્રે સુતા પહેલાં પણ તમે તમારા હાથ પર ઓલિવ ઓઇલ લગાડી શકો છો. જો સુષ્કતા ગંભીર હોય તો તમે ઓલિવ ઓઇલની સાથે ઘીને મિશ્ર કરીને પણ દરરોજ રાત્રે લગાવી શકો છો.”
સ્કિનેલાના સ્થાપક અને ડિરેક્ટર ડોલી કુમાર સૂચવે છે કે, “તમારી ત્વચાને ભેજયુક્ત રાખવી એ ત્વચા સંભાળનો મૂળભૂત નિયમ છે. આરોગ્ય નિષ્ણાતોએ આપણને સલાહ આપી છે કે કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે આપણે સાબુથી વારંવાર હાથ ધોવા જોઇએ. સાબુના ગુણધર્મો વાયરસના ચેપને ફેલાતો અટકાવે છે પરંતુ વારંવાર હાથ ધોવાથી તમારી ત્વચા ખુબ જ સુષ્ક થઇ જાય છે. સુકી ત્વચાને કારણે તમને ખંજવાળ પણ આવે છે અને તમારી ચામડીમાં કરચલીઓ દેખાય છે. આમ થતું અટકાવવા માટે તમે તમારા હાથ ધોઇને સૂકા કર્યા બાદ હાથ પર હંમેશા મોઇશ્ચરાઇઝર લગાવો. આનાથી તમારા હાથ નરમ અને મુલાયમ રહેશે.”